Saturday, October 12, 2024
HomeGujaratમાળીયા (મી.) : નવલખી પોર્ટ પરથી કોલસો ચોરી કરવાની કોશિશ કરી ધમકી...

માળીયા (મી.) : નવલખી પોર્ટ પરથી કોલસો ચોરી કરવાની કોશિશ કરી ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ પર ટ્વીન ટાવરમાં રહેતા અજયભાઈ છેદીલાલ જયસ્વાલ (ઉ.વ.૩૫) એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રામદેવસિંહ સુરુભા ઝાલા (રહે-મોટા દહીંસરા)એ પોતાની ગાડી જીજે-૦૩-બીટી-૭૧૮૩ વાળી આરોપી ડ્રાઈવર સાથે મોકલી કોઈ પણ જાતની કાયદેસરની કોલસા લોડીંગની સ્લીપ નહિ મેળવી ડ્રાઈવરને નવલખી પોર્ટમાં કોલસો ભરવા મોકલી અને પોર્ટ પર પ્લોટ નં-૩ માં રાખેલ કોલસો ચોરી કરવાની કોશીસ કરી સાથેનાં વિરમભાઇને ગાળો આપી અને ગાળો આપવાની નાં પાડતા બે ઝાપટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માળિયા(મી.) પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!