Friday, December 27, 2024
HomeGujaratમાળીયા(મી.) : બંધ ડમ્પર પાછળ કન્ટેનર ભટકાતા કન્ટેનર ચાલકનું મોત, ફરિયાદ નોંધાઈ

માળીયા(મી.) : બંધ ડમ્પર પાછળ કન્ટેનર ભટકાતા કન્ટેનર ચાલકનું મોત, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇમ્તિયાજઆલમ કજીમુદિનભાઇ શેખ (ઉ.વ.૩૪ ધંધો-ડ્રાઇવીંગ રહે હાલ-ગાંધીધામ, કાર્ગો મુળ રહે-તલસબરીયા ગામ પો.સ્ટ.મંજીયાવ જી.ગઢવા, ઝારખંડ) એ આરોપી ડમ્પર જીજે-૧૭-યુયુ-૧૧૫૪ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૨૨ના રોજ માળીયા-કંડલા નેશનલ હાઇવે પર દેવ સોલ્ટ કારખાનાથી માળીયા તરફ રોડ પર આરોપીએ ડમ્પર નંબર જીજે-૧૭-યુયુ-૧૧૫૪ વાળું ટ્રાફીકને અડચણ રૂપ થાય તેમ પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે નેશનલ હાઇવે રોડ ઉપર રાત્રીના અંધારામા સહેલાઇથી જોઇ ન શકાય તેમ ઉભુ રાખી ડમ્પરના પાછળના ઠાઠાના ભાગે કોઇ રેડીયમની નિશાનીઓ કે સહેલાઇથી અંધારામા જોઇ શકાય તેવી પાર્કીંગ લાઇટો ન લગાવી તેમજ પાછળના ભાગે કોઇ આડાશ ઉભી ન રાખી કે કોઇ બેરીકેટીંગ ન લગાવી ઉભુ રાખેલ હોય તેના ઠાઠામા ટેઇલર નં. જીજે-૧૨-બીએક્સ-૩૭૨૨ ના ચાલક નશીમઅહેમદ અશરૂદીનખાન પઠાણ (ઉ.વ.૨૮)નું કન્ટેનર ટેઇલર નંજીજે-૧૨-બીએક્સ-૩૭૨૨ ભટકાતા તેઓને માથામા તથા શરીરે ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું હતું. આ અકસ્માત બાદ ડમ્પરચાલક પોતાનું ડમ્પર લઈને નાસી છૂટ્યો હતો. બનાવ અંગે માળીયા(મી.) પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!