બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે તા. ૬નાં રોજ માળીયા (મી.) નેશનલ હાઈવે પર ઓનેસ્ટ હોટલ પાસેથી ૨૪,૧૦,૦૦૦/- નું બાયો ડિઝલ પકડી પાડવામાં આવ્યું છે
જેમાં તેગીયા ટાયર લખેલ કેબીન પાસે આવેલ પમ્પ, તથા પમ્પની રબરની નળીઓ તથા કેબીનની પાછળના ભાગે આવેલ એક જમીન પર પડેલા લોખંડની પાંચ ટાંકીવાળા ટાંકામાં પાંચેય ટાંકીઓ જોતા અડધી ભરેલી હોય, જે પાંચેય ટાંકીઓમાં મળી કુલ આશરે ૧૫,૦૦૦ લીટર (કિં.રૂ ૧૦,૯૫,૦૦૦/-) નુ બાયો-ડીઝલ તથા બુક નંબર અને તારીખની વિગતવાળી કાચી બુક નંગ ૨૦૩ કબ્જે કરવામાં આવી છે. બાદમાં આ જગ્યાએ વેલ્ડીંગ લખેલ કેબીનના અંદરના ભાગે એક પમ્પ તથા રબરની નળીઓ નોઝલ સાથે ટેન્કર નંબર જીજે-૧૨-૮-૯૪૧૮ નાં ટાંકામાંથી આશરે ૧૫,૦૦૦ લીટર (કિં.રૂ. ૧૦,૯૫,૦૦૦/-)નું બાયો-ડીઝલ મળી આવતાં તે કબ્જે કરવામાં આવેલ છે. આ કામગીરી મામલતદાર ડી.સી. પરમાર, ડે. મામલતદાર પી. બી. ત્રિવેદી, મહેશભાઈ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી છે.