પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે માળીયા(મી.) પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન નવા રેલવે સ્ટેશન રોડનાં નાકા પાસેથી આરોપી સમીરભાઈ સાઉદીનભાઈ જેડા (ઉ.વ.૨૬, રહે. ખીરઈ તા. માળીયા(મી.) જી. મોરબી) વાળાને અલ્ટો કાર નં. જીજે-૧૦-બીજી-૮૭૫૧ વાળીમાં બીયરનાં ટીન નંગ ૧૦ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે બીયરનાં ટીન નંગ ૧૦ કિં.રૂ.૧૦૦૦/- તથા અલ્ટો કાર કિં.રૂ.૧૦૦૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૦,૧૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિ. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


                                    






