મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ આર.ઓડેદરાની સુચના આધારે અને ના.પો.અધિ. રાધિકા ભારાઇ તથા સી.પી.આઇ. મોરબી આઇ.એમ.કોઢીયાનાં માર્ગદર્શન હેઠળ નવાદેવગઢ ગામે ફરીયાદી રવાભાઇ બાલાભાઇ બાલસરાના ખેતરમાથી ૧૬ મણ કપાસ (કિં. રૂ. ૧૮,૨૮૦/-) કોઇ અજાણ્યા લોકો ચોરી કરી લઇ ગયેલ હોવાની ગત તા.૭ના ફરીયાદ નોંધાવેલ જે ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માળીયા પો.સબ.ઇન્સ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસો તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે બે શંકાસ્પદ શખ્શોની જીણવટભરી તપાસ કરતા ચોરીનો ભેદ ઉકેલી ચોરીનો કપાસ ભરેલ ગાસડીઓ બન્ને આરોપીઓએ રાત્રીના સમયે ખેતરમાંથી ચોરી કરી ઇસુજી ગાડી નં.જીજે-૩૬-ટી-૮૨૩૯ વાળીમાં ભરીને મોરબી માર્કેટયાર્ડમાં વેચી દીધેલ અને કપાસ વેચાણના રોકડા રૂપીયા તથા કપાસ વેચાણનું માર્કેટયાર્ડના બીલ તથા ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ વાહન સાથે બન્ને ચોરને પકડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપીઓ જેઠાભાઇ ચંદુભાઇ સાલાણી (ઉ.વ ૨૧), બાબુભાઇ શંકરભાઇ વાઘાણી (ઉ.વ. ૨૨) રહે. બંને નવાદેવગઢ વાળાની ધરપકડ કરી તેમની પાસેથી ચોરાવ કપાસની ગાસડી વેચાણના રોકડા રૂપીયા ૧૮,૨૮૦/- તથા કપાસ વેચાણનુ માર્કેટયાર્ડનુ બીલ તેમજ ચોરી કરવામાં ઉપયોગમાં લેવાયેલ વાહન ઇસુજુ ગાડી નં. જીજે-૩૬-ટી-૮૨૩૯ કબ્જે કરી છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા તથા એચ.સી. જયેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા તથા પો.કો. ભગીરથસિંહ વિજયસિંહ ઝાલા તથા પો.કો. સહદેવસિંહ અનીરુધ્ધસિંહ જાડેજા તથા પો.કો. યુવરાજસિંહ નીરુભા જાડેજા તથા પો.કો. વિરપાલસિંહ ભીખુભા ઝાલા તથા પો.કો આશીષભાઇ મગનભાઇ ડાંગર તથા પો.કો તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.