Thursday, April 25, 2024
HomeGujaratમાળીયા(મી.) : નાના દહિંસરા ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી મોરબી એલસીબી

માળીયા(મી.) : નાના દહિંસરા ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી મોરબી એલસીબી

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના તથા એલસીબી પીઆઈ વી.બી.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ આજરોજ એલસીબી પીએસઆઈ એન.બી.ડાભી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે ઇરફાન અલીભાઇ સુમરા રહે. નાના દહીસરા તા.માળીયા (મિ.) જી.મોરબી વાળો નાના દહીસરા ગામે મંદિરની સામેના ભાગે આવેલ બાવળની ઝાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની બાતમીનાં આધારે રેઇડ કરતા સ્થળ પરથી મેક્ડોવેલ નંબર-૧ સુપરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૧૩૨ કી.રૂ. ૪૯,૫૦૦/- તથા વ્હાઇટલેક વોડકાની બોટલો નંગ-૧૮ કી.રૂ. ૫૪૦૦/- મળી કુલ બોટલો નંગ-૧૫૦ કી.રૂ. ૫૪,૯૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે આરોપી ઇરફાન અલીભાઇ સુમરા હાજર ન મળી આવતા પોલીસે દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, સંજયભાઇ મૈયડ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા, સતીષભાઇ કાંજીયા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!