Sunday, December 29, 2024
HomeGujaratવાંકાનેરના જુના પાંચદ્વારકા ગામે રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો, સદનસીબે જાનહાની ટળી

વાંકાનેરના જુના પાંચદ્વારકા ગામે રહેણાંક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો, સદનસીબે જાનહાની ટળી

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના જુના પાંચદ્વારકા ગામે રહેતા બાદી સોયબ અબ્દુલ રહીમભાઈના ઘરે મંગળવારે સાંજના સમયે રસોડામાં ગેસનો બાટલો ઓચિંતા ધકડાભેર ફાટ્યો હતો. ગેસનો બાટલો ફાટતા જ આગ ભડકી ઉઠી હતી. આ બનાવને પગલે થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી. જો કે કોઈ રસોડામાં ન હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી. રસોડામાં આગ લાગતા નુકસાન થયું હતું. બાદમાં આસપાસના લોકોએ દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં રસોડાના તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો, છતનું પ્લાસ્ટર, ફ્લોરિગ સહિતનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!