Friday, December 27, 2024
HomeGujaratટંકારા લતીપર ચોકડીથી આગળ ગેસ લિકેજથી અફડાતફડી

ટંકારા લતીપર ચોકડીથી આગળ ગેસ લિકેજથી અફડાતફડી

ભુગર્ભ ગટર લાઈન રીપેર કરતી વખતે ગેસની લાઈન તૂટી, સદનસીબે ખુલ્લી જગ્યામાં ગેસ લીકેજ થતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી

- Advertisement -
- Advertisement -

ટંકારા : ટંકારા લતીપર ચોકડીથી આગળ આજે ભુગર્ભ ગટર લાઈન રીપેર કરતી વખતે ગેસની લાઈન તૂટી જતા ગેસ લીકેજથી આ વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી અને થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી.જો કે સદનસીબે ખુલ્લી જગ્યામાં ગેસ લીકેજ થતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા લતીપર ચોકડીથી આગળ આજે ભૂગર્ભ ગટરના રિપેરીગ કામ દરમિયાન ગેસની લાઈન તૂટી જતા ગેસ લીકેજ થતા આસપાસના દુકાનદારો અને લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો હતો અને થોડીવાર માટે નાસભાગ મચી ગઇ હતી. પરંતુ સદનસીબે ખુલ્લી જગ્યામાં ગેસ લીકેજ થતા કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. આથી લોકોએ રાહતનો દમ લીધો હતો.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીથી ટંકારા ગુજરાત ગેસ લિમિટેડે સીપીઆરએસની ગેસ લાઈન નિકળે છે.જે ખાનગી ફેક્ટરીમા ગેસ સપ્લાઈ કરે છે તેમા ભંગાણ પડયું હતું. ત્યારે આવી ગંભીર ઘટનામાં ટંકારા ખાતે ગેસ કંપનીની ઓફિસ પણ ન હોય આ બનાવની જાણ ક્યાં કરવી તેવા ગંભીર પશ્ર્નો ઉભા થયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!