રાજકોટ સંસદીય મત વિસ્તાર માટેના જનરલ ઓબ્ઝર્વર ભવાનીસિંહ દેથા (IAS) તેમજ ખર્ચ નિરીક્ષક માધવચંદ્ર મિશ્રા (IRS)એ મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠકનું આયોજન કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, તમામ નોડલ ઓફિસરો સાથે યોજાયેલ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર ભવાનીસિંહ દેથા તેમજ ખર્ચ નિરીક્ષક માધવચંદ્ર મિશ્રાએ મટીરીયલ મેનેજમેન્ટ, વિવિઘ ટ્રેઈનીંગ સેશન, આદર્શ આચારસંહિતા અને ફરિયાદોના નિકાલ, હિટ વેવને પગલે મતદારો માટેની વ્યવસ્થાઓ, સવિશેષ મતદાન મથકો અને ત્યાં ઊભી કરવામાં આવેલી/આવનાર વ્યવસ્થાઓ, વધુમાં વધુ મતદાન થાય તે માટેના જાગૃતિ કાર્યક્રમ, રેન્ડમાઈઝેશન, સિરામિક સહિત ઉદ્યોગમાં કામ કરતા રાજ્ય અને જિલ્લા બહારના શ્રમયોગી માટે સવેતન રજા, SST, FST, VVT, VST સહિત ટીમને તાલીમ તેમજ કાર્યક્ષમ કામગીરી સહિતનાઓ મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપંરાત તેમણે શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે દરેકે પોતાની જવાબદારી સમજી કામગીરી કરવા તમામ અધિકારી/કર્મચારીઓને જણાવ્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા દ્વારા નિરીક્ષકને રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મોરબી જિલ્લાનો વિસ્તાર તેમજ ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી, ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, MCC નોડલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, તાલીમ નોડલ અને જિલ્લા પુરવઠા અધિકારી સંદિપ વર્મા, વાંકાનેર પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી, નાયબ કલેક્ટર સુબોધકુમાર દુદખીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.ડી. કુગસિયા, ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી તેમજ અન્ય નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.