Thursday, May 9, 2024
HomeGujaratવિશ્વ પૃથ્વી દિવસ "વર્લ્ડ અર્થ ડે" નિમિત્તે મોરબી જિલ્લા કોર્ટ ખાતે કરાયું...

વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે મોરબી જિલ્લા કોર્ટ ખાતે કરાયું વૃક્ષારોપણ

ચેરમેન, ડીએલએસએ મોરબી આર.જી. દેવધરાની સૂચનાના પગલે મુખ્ય મથકના તમામ ન્યાયાધીશો અને સ્ટાફ સાથે ૨૨મી એપ્રિલ, “વિશ્વ પૃથ્વી દિવસ” “વર્લ્ડ અર્થ ડે” ના રોજ જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પૃથ્વી દિવસની ઊજવણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

વિશ્વ અર્થ દિવસ નિમિતે મોરબી જિલ્લા કોર્ટે પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, ડી.પી. મહિડાએ પ્રથમ વડનું વૃક્ષનું વાવેતર કરી તેમણે હાજર દરેકને પૃથ્વીને સ્વચ્છ રાખવા, વધુ વૃક્ષો વાવવા, બગીચાઓની સંભાળ રાખવા અને પર્યાવરણને નુકસાન ન થાય તેવી ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરવાના મહત્વ વિશે સમજાવ્યું હતું.

 

અન્ય ન્યાયિક અધિકારીઓ ,આદરણીય વી.એ. બુદ્ધા, જે.વી. બુદ્ધા મેમ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ. જે.ખાન, સી. વાય. જાડેજા, પી. એસ. સ્વામી સહિતના એ ભાગ લઈ વ્યક્તિગત રીતે વૃક્ષારોપણ કર્યું હતું. વિશ્વ અર્થ ડે ના દિવસને વિશેષ બનાવવા માટે, બાર એસોસિએશનના પ્રમુખ દિલીપ અગેચાણીયા અને તેમના સાથી વકીલોએ મોટી સંખ્યામાં જોડાઈને વૃક્ષારોપણ કર્યું હતું.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.બી. ભરવાડ અને તેમની ટીમે કાર્યક્રમ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરી રૂબરૂ હાજર રહ્યા હતા. તાલુકા કોર્ટના ન્યાયાધીશોએ પણ જિલ્લાના તાલુકા મથકોએ પોતપોતાના કોર્ટ વિસ્તારમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશો આપ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!