મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઈ એચ.એ.જાડેજાએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે બોરીયાપાટી પાસે ટાવરમાથી થયેલ જનરેટર ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે હેડ કોન્સ્ટેબલ અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ તથા કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરા તથા કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડાને ખાનગી રાહે બાતમી મળેલ કે ઇન્ડેઝ ટાવર પ્રાઇવેટ લિમિટેડમાથી જનરેટર ચોરી થયેલ હોય જેમા ટાવર કંપનીમા ફરજ બજાવતો મોરબી ઉમીયા રેસીડેન્સી દલવાડી સર્કલ પાસે રહેતો ટેકનીશીયન મહેશભાઇ કનુભાઇ વ્યાસ હોવાની હકિકત મળતા તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા આરોપીએ કબુલાત આપેલ કે ઇન્ડેઝ ટાવર પ્રા.લી.માથી ચોરી કરેલ જનરેટર રાજકોટના સદર બજાર પાસે મોટીટાંકી ચોકમાં રહેતા તૌફીકભાઈ યાકુબભાઈ સોલંકી તથા મકસુદભાઈ અહેમદભાઈ મોહેલને સદરહુ જનરેટર વેચાણથી આપેલ હોવાની કબુલાત આપતા રાજકોટ ખાતે જઇ ચોરીમા ગયેલ જનરેટર કબ્જે કરી જનરેટર લેવા આવેલ બંને ઇસમો મળી ટાવરના ટેકનીશીયન સહીત ત્રણેય ઇસમોને અટક કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો ગુન્હો ઉકેલી કાઢ્યો છે.