મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં ગઈકાલે થયેલ ખેડુત વૃદ્ધની હત્યા પ્રકરણમાં શકમંદ મુના મેર સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શકમંદને ઉઠાવી લઈ પૂછપરછ કરતા મુન્ના એ હત્યા નિપજાવ્યાનુ કબુલ્યું હતું. આરોપીના ફઇ સાથે મૃતક હસી મજાક કરતા હોય જે બાબતે મોત નિપજાવ્યાની આરોપીએ કબૂલાત આપી હતી વધુમાં લાશને સગેવગે કરનાર આરોપીની શોધખોળ પોલીસે આદરી છે.
મોરબી નજીકના ઘુટુ ગામની સીમમાં ધર્મ ગોલ્ડ પ્લોટીંગની ફોલ્ડીંગ દિવાલ પાછળ આવેલ ખેતરમાં ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા નામના વૃદ્ધની હત્યા નિપજાવવમાં આવી હતી. વૃદ્ધ પોતાની વાડીએ ખેતી કામ કરતા હતા આ દરમિયાન અજાણ્યાં ઈસમોએ વૃદ્ધને મફલર વડે ગળેટુંપો દઈ હત્યાને અંજામ આપ્યો હતો. આ પ્રકરણમાં મૃતક ધરમશીભાઈના પુત્ર અશોકભાઇ પરેચાએ તે જ ગામેં રહેતા શકદાર મુન્નાભાઇ સોમાભાઇ મેર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી મુના મેર સુધી પહોંચી જેની પૂછપરછ કરતા આરોપી મુન્ના એ હત્યા કર્યાનું કબુલ્યુ હતું જેની ઊંડી પૂછપરછમા આરોપી મુન્નાની ફઇ સાથે બેસી ધરમશીભાઈ આવર નવાર મજાક કરતા હોય જે બાબતે મિત્રો મેંણાટોણા મારતા હોય આ બાબતે લાગી આવતા આરોપીએ હત્યા કરી નાખી હોવાનું જણાવ્યું હતું. વધુમા આરોપી પાસેથી 16 હજાર રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હતા અને હત્યા બાદ લાશને અવાવરું જગ્યાએ પહોંચાડવામાં મદદગારી કરનાર આરોપી મુન્ના ના મિત્ર વિક્રમનું નામ ખુલતા પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ આદરી હોવાની માહિતી ડીવાયએસપી મુનાફખાન પઠાણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.