Thursday, April 18, 2024
HomeGujaratરાષ્ટ્રીય પોષણ માહ ‘‘સપ્ટેમ્બર-૨૦૨૦’’ વાનગી હરીફાઈના વિજેતાઓને ગીફ્ટ વિતરણ કરાઇ

રાષ્ટ્રીય પોષણ માહ ‘‘સપ્ટેમ્બર-૨૦૨૦’’ વાનગી હરીફાઈના વિજેતાઓને ગીફ્ટ વિતરણ કરાઇ

પોષણ અભિયાન ૨૦૨૦-૨૧ અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસ “રાષ્ટ્રીય પોષણ માહ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જીલ્લામાં પોષણ માહ ની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં કિશોરીઓ માટે વાનગી હરીફાઈ યોજવામાં આવેલ અને રાજ્ય કક્ષાએ થી જિલ્લાકક્ષા માં વિજેતા થયેલ ૧૦ કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા અમુલ ગિફ્ટ હેમ્પર અને પ્રમાણપત્રનું વિતરણ મોરબી જિલ્લા પંચાયત સભાખંડ ખાતે તાજેતરમાં જિલ્લા પ્રમુખશ્રી, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ના હસ્તે કરવામાં આવેલ તથા પોગ્રામ ઓફિસરશ્રી દ્વારા કિશોરીઓને પૌષ્ટિક આહાર માટે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમ જિલ્લા પોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!