Tuesday, March 19, 2024
HomeGujaratટંકારામાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો : માતાએ સમયસર સારવારમાં ખસેડતા જીવ બચ્યો

ટંકારામાં યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો : માતાએ સમયસર સારવારમાં ખસેડતા જીવ બચ્યો

ટંકારામાં વધુ એક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં યુવતીએ અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માતાની સજાગતાને કારણે યુવતીનો જીવ બચ્યો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, આંગણવાડી પાસે અનુ.જાતિવાસ લજાઇ ટંકારા ખાતે રહેતી નિશાબેન પરસોતમભાઇ ચાવડા નામની યુવતીએ તા.૨૭/૧/૨૦૨૩ ના આસરે અગ્યારેક વાગ્યાના સમારે પોતાના રહેણાંક મકાને અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની માતા યુવતીને જોઇ જતા આજુ બાજુના લોકોને બોલાવી બેભાન હાલતમા આયુષ હોસ્પીટલ મોરબી ખાતે સારવારમા દાખલ કરાવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તાત્કાલિક યુવતીની સારવાર શરૂ કરી દેતા યુવતીનો જીવ બચ્યો છે. ત્યારે સમગ્ર મામલે ટંકારા પોલીસ મથકે યુવતીના આપઘાતના પ્રયાસને લઈ જાણવાજોગ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!