મોરબી સિરામિક ઉદ્યોગને ફટકો પડ્યો છે જેમાં ગુજરાત ગેસ રૂ. 4નું ડિસ્કાઉન્ટ પાછું ખેંચવાથી સીરામીક એકમોને આર્થિક બોજો આવ્યો છે સાથે જ ટાઈલ્સના ભાવ માંપણ વધારો થયો છે જેમાં ગુજરાત ગેસના નિર્ણયથી ઉદ્યોગકારોમાં ભારે રોષ : હવે ગેસ ઉપર માત્ર રૂ. 0.5નું જ ડિસ્કાઉન્ટ મળશે અને અગાઉ કરતા રૂ.4 વધુ ચૂકવવા પડવાના આદેશથી સીરામીક ઉદ્યોગોકારોમાં નારાજગી જોવા મળી છે.
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડવા જઈ રહ્યો છે. આવતીકાલે ગુરૂવારથી ગુજરાત ગેસ રૂ. 4નું ડિસ્કાઉન્ટ પાછું ખેંચી રહ્યું છે. જેથી હવે સિરામિક ઉદ્યોગોને માત્ર રૂ. 0.5નું જ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત એગ્રીમેન્ટ અત્યાર સુધી 1 મહિનાનો કરવામાં આવતો હતો તે પણ 3 મહિનાનો કરી દેવામાં આવશે જેમાં કોરોનાની મહામારી બાદ એક તરફ સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને આગળ ધપાવવા કમર કસી રહી છે. તો બીજી તરફ સામે ઉદ્યોગોને પાયાની સગવડ જ મોંઘી દાટ મળી રહી છે. આવું જ મોરબી સિરામિક ઉદ્યોગ સાથે થયું છે. પ્રોડક્શનમાં ગેસ મહત્વનો ભાગ ભજવે છે. તેનો ભાવ વધારો સિરામિક ટાઇલ્સને ભારે અસરકર્તા રહે છે. અગાઉ અનેક વખત રજુઆત બાદ સિરામિક ઉદ્યોગોને ગુજરાત ગેસ દ્વારા 1જુનથી રૂ. 2નું પ્રતિ કયુબીક મીટર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું ત્યારબાદ 8 સપ્ટેમ્બર 2020ના રોજથી અમલમાં આવે તે રિતે આ ડિસ્કાઉન્ટ પ્રતિ ક્યુબીક મીટર રૂ. 4.5 કરવામાં આવ્યું હતું. બાદમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના તીવ્ર ભાવવધારાનું કારણ દર્શાવી ગુજરાત ગેસે આવતીકાલે ગુરુવારથી રૂ. 4નું ડિસ્કાઉન્ટ પાછું ખેંચવાની જાહેરાત કરી દીધી છે. જેથી હવે સિરામિક ઉદ્યોગોને માત્ર રૂ. 0.5નું જ ડિસ્કાઉન્ટ મળશે. અગાઉ કરતા ગેસ રૂ.4 મોંઘો પડશે.
આ ઉપરાંત અત્યાર સુધી ગેસ કંપની 1 મહિનાનો એગ્રીમેન્ટ રાખતી હતી. તેને બદલે હવે ફરજીયાતપણે 3 મહિનાનો એગ્રીમેન્ટ રાખવો પડશે. એટલે જો કોઈ ઉદ્યોગ પૂરું 3 મહિના ગેસ ન વાપરે તો તેને પેનલ્ટી પણ ભોગવવી પડશે. એક તરફ સરકાર ઉદ્યોગોને આગળ ધપાવવા માટે કમર કસી રહી છે. સામે ગેસ કંપની સિરામિક ઉદ્યોગોને પતાવવા માટેના પ્રયાસો કરી રહી હોય તેવી ઉદ્યોગકારો હૈયાવરાળ ઠાલવી રહ્યા છે જેમાં સિરામિક એસોસીએશનના પ્રમુખ નિલેશ જેતપરીયાએ આ અંગે જણાવ્યું કે હાલ સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા અવનવા પ્રયાસો કરી રહી છે. તેની સામે ગુજરાત ગેસે ડિસ્કાઉન્ટ પાછું ખેંચવાનો અને એગ્રીમેન્ટના સમયગાળામાં વધારો કરવાનો જે નિર્ણય લીધો છે તે અયોગ્ય છે. તેને ઉદ્યોગકારો વખોડી રહ્યા છે. આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગને નુકસાની સહન કરવી પડશે ત્યારે સીરામીક એકમોને મહિને કરોડો રૂપિયાનો બોજો આવશે જેના લીધે ટાઇલ્સના ભાવ પણ વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.