Wednesday, January 15, 2025
HomeGujaratઆગામી તા ૨૯ જુલાઈના રોજ નીલકંઠ વિદ્યાલય ખાતે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં...

આગામી તા ૨૯ જુલાઈના રોજ નીલકંઠ વિદ્યાલય ખાતે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે

આગામી તારીખ ૨૯ જુલાઈ ના રોજ નીલકંઠ વિદ્યાલય મોરબી અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ૬ મહિના થી ૧૪ વર્ષ સુધીના બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓને સુવર્ણ પ્રાશનના ટીપાં નિઃશુલ્ક પીવડાવવામાં આવશે અને આ ટીપાં પીવડાવવા એટલે સુવર્ણ સંસ્કાર કહેવામાં આવે છે જે ખાસ નક્ષત્ર અને ખાસ યોગ ના સમય દરમિયાન પીવડાવવાથી જ ફાયદો થાય છે.

- Advertisement -
- Advertisement -

આ સુવર્ણ પ્રાશન વિશે અને તેમના ફાયદાઓ વિશે વાત કરીએ તો સુવર્ણ પ્રાશન એટલે સુવર્ણ, નવરત્ન, બ્રાહ્મી, વચા, શંખ પુષ્પી જેવી દિવ્ય મેઘાવર્ધક ઔષધિઓ તેમજ મધનું મિશ્રણ એટલે સુવર્ણ પ્રાશન જેનાથી બાળકોને રોગ પ્રતિકારક શક્તિ વધે છે, પાચન તંત્ર માં સુધારો, બાળક તેજસ્વી અને ચતુર બને છે, તાવ શરદી વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓ થી બચાવ થાય છે તેમજ શારીરિક અને માનસિક વિકાસમાં મદદ રૂપ થાય છે અને યાદશક્તિમાં વધારો થાય છે.

આ નિઃશુલ્ક સુવર્ણ સંસ્કાર નો કાર્યક્રમ પુષ્ય નક્ષત્ર તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૨ ના રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૫ સુધી નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે યોજાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!