કોરોનાના વધતા સંક્રમણને પગલે મોરબીની પ્રભાત હોસ્પિટલ પાસે આવેલ વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીમાં સરકાર માન્ય આરટીપીસીઆર કોરોના ટેસ્ટિંગનો પ્રારંભ કરાયો છે.
જેમાં વિધવા મહિલાઓ અને નિરાધાર પુરુષો માટે તદ્દન નિઃશુલ્ક કોરોના ટેસ્ટ કરી આપવાની સુવિધા ઉભી કરવામાં આવી છે એટલું જ નહીં એકદમ નજીવા દરે હોમ સેમ્પલ કલેક્શનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં માત્ર એક જ કોલ કરતાની સાથે જ લોબોરેટરીના જવાબદાર સ્ટાફ દ્વારા દર્દીના ઘરે પહોંચી જઇ દર્દીના આરોગ્યની તપાસણી કર્યા બાદ સેમ્પલ લઈ લેબોરેટરી ખાતે ટેસ્ટ કરવામાં આવશે. જે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ તરત જ દર્દીને ટેલિફોનિક જાણ કરવામા આવશે.હોમ સેમ્પલ કલેક્શનની સુવિધા પણ અન્ય લેબોરેટરીની સરખામણીઓ એક દમ નજીવા ખર્ચમાં આપવામાં આવશે.તેમ વ્યોમ ક્લિનિકલ લેબોરેટરીના સંચાલક રિદ્ધિબેન અતુલભાઈ જોષી એ જણાવ્યું હતું.
ઇચ્છુક દર્દીઓએ લેબોરેટરીના લેંડલાઇન નં.02822-222272 અથવા મોબાઈલ નંબર-81408 26878 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.