મોરબી જિલ્લામાં ઠેર ઠેર સરકારી જમીન પર કબજો જમાવી બેસેલા લોકો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કરોડો રૂપિયાની કિંમતની જમીનો ખુલ્લી કરાવવા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે.
જેમાં મોરબીના રવાપર ગામની સીમ મા આવેલ સરકારી ખરાબાની જગ્યા તથા આજુબાજુના તમામ સરકારી ખરાબાની ૧૦ વીઘા જેટલી જમીન પર કાચા તથા પાકા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યા હોવાથી મોરબી રવાપર ગ્રામપંચાયતના સરપંચ દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ નિયત સમય માં નોટિસ નો યોગ્ય જવાબ કે આપ મેળે દબાણ હતાવવામાં આવ્યા ન હતા જેથી ગઇકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અને મોરબી મામલતદાર નિખિલ મેહતા હાજરી માં સરકારી ખરાબામાં થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને ૫૦ કરોડ કરતા વધુ ની કિંમતની જમીનો ખુલ્લી કરાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,મોરબીના રવાપર ગામમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા અગાઉ પણ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી. જે સરકારી તંત્રે સાંભળી ચૂંટણી પૂર્વે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.