મોરબીમાં આજે શિક્ષણ બેરોજગાર સમિતિ દ્વારા GPSC ઉમેદવારોએ ન્યાયની માંગણી સાથે મોરબી આવી પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા પહોંચી અને ફોર્મ ઉપાડ્યા હતા અનેંજો ન્યાય નહિ મળે તો ઉમેદવારી નોંધાવવા ચીમકી ઉચ્ચારી હતી.
મોરબીમાં આજે શિક્ષણ બેરોજગાર સમિતિના આગેવાન દિનેશ બાંભણીયા ના નેજા હેઠળ GPSC ઉમેડવારોએ મોરબી માળીયા વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીમાં ઝંપલાવવા ચીમકી ઉચ્ચારી હતી અને 124 જેટલા ઉમેદવારો મોરબી પહોચી ચુક્યા હતા જેમાં બપોર સુધીના 78 ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે નોંધણી કરાવી ફોર્મ લીધા હતા ત્યારે બીજી બાજુ દિનેશ બાંભણીયા દ્વારા પણ સરકાર પર આક્ષેપ કરી અને ઉમેદવારોને ન્યાય અપાવવા માટે ચીમકી ઉચ્ચારી છે અને આગામી સમયમાં લડી લેવાના મૂડ સાથે અન્ય બેઠકો પર પણ ઉમેદવારી નોંધાવવા ચીમકી આપી છે
આ વિરોધ દરમિયાન યુવાનો અને યુવતીઓ પણ મોરબી આવ્યા હતા જેમાં ગુજરાત ભરમાંથી આવેલા ઉમેદવારોમાં રોષ વ્યાપી ગયો છે ત્યારે આ રીતે સરકાર સામે બાયો ચડાવી કઈ રીતે નોકરી મળશે તેવુ પૂછતાં ઉમેદવાર કાનન દવે જણાવ્યું હતું કે અમારે ન્યાયની જરૂર છે જે આપી દે તો અમે ચૂંટણી લડવા રાજી નથી આમાં અમુક લોકોએ છેલ્લા અગિયાર દિવસથી ભૂખ્યા ઉપવાસ પણ કર્યા છે તેઓની તબિયત પણ હવે લથડી રહી છે ત્યારે સરકાર અમને ન્યાય આપે એવી માંગ છે.
આ મામલે મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર બપોર સુધીમાં 78 અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ઉપાડવામાં આવ્યા છે ત્યારે તો બીજી બાજુ ફોર્મ ભરવા સમયે દસ હજાર અને એસ સી એસ ટી હોય તો પાંચ હજાર રૂપિયાની ડિપોઝીટ ભરી અને ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.