Tuesday, October 27, 2026
HomeGujaratમોરબીના રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી

મોરબીના રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી

મહંતશ્રી ભાવેશ્વરી માઁ અને મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં યજ્ઞ, મહાઆરતી, કુમારિકા પૂજન અને મહાપ્રસાદનું આયોજન

- Advertisement -
- Advertisement -

મોરબીના રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાના પવિત્ર પર્વની ધાર્મિક માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાના પવિત્ર તહેવારની મહંતશ્રી ભાવેશ્વરી માઁ તથા મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત યજ્ઞ, મહાઆરતી, કુમારિકા પૂજન તથા મહાપ્રસાદ સહિતના પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. યજ્ઞમાં આચાર્યપદે અતુલ મહારાજ જાની રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવક ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!