Tuesday, October 27, 2026
HomeGujaratમોરબીના નીતિનપાર્ક સોસાયટી પાસે ભૂગર્ભગટરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ

મોરબીના નીતિનપાર્ક સોસાયટી પાસે ભૂગર્ભગટરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ

વોર્ડ નંબર ૧૧માં મેયર સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ કાયમી ઉકેલ માટે નવી ભૂગર્ભ ગટરલાઈન નાખવા સૂચના આપી.

- Advertisement -
- Advertisement -

મોરબીના વોર્ડ નંબર ૧૧માં બાયપાસ પાસે આવેલી નીતિન પાર્ક સોસાયટીમાં ભૂગર્ભ ગટરની સમસ્યાની ફરિયાદ મળતાં મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરાવી વિસ્તારના કાયમી ઉકેલ માટે નવી ભૂગર્ભ ગટરલાઈન નાખવાની સૂચના આપવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૧માં બાયપાસ પાસે આવેલી નીતિન પાર્ક સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે ફરિયાદ મળતાં મહાનગરપાલિકાના મેયર, ભૂગર્ભ શાખાના ચેરમેન, બાંધકામ વિભાગના ચેરમેન તથા ભૂગર્ભ શાખાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળની મુલાકાત દરમિયાન સંબંધિત પદાધિકારીઓએ ભૂગર્ભ ગટરની સમસ્યાની સ્થિતિનો તાગ મેળવી તાત્કાલિક નિરાકરણ કરાવ્યું હતું. આ ઉપરાંત, સદર વિસ્તારમાં વારંવાર ઊભી થતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નવી ભૂગર્ભ ગટરલાઈન નાખવાની સૂચના પણ આપવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી સ્થાનિક રહીશોને ભૂગર્ભ ગટરની સમસ્યામાંથી કાયમી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!