મોરબી: મોરબી તાલુકાના પંચાસર ગામ ખાતે શ્રી શક્તિ માતાજીના 951મા જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 20 નવેમ્બર, 2026ને શુક્રવારના રોજ શક્તિ માતાજીના મંદિર ખાતે ભક્તિભાવ અને ઉત્સાહભેર જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
જન્મોત્સવના પાવન અવસરે રાત્રે 7 કલાકે 951 દીવડાની ભવ્ય મહાઆરતી યોજાશે. ત્યારબાદ રાત્રે 9:30 કલાકથી માતાજીના હરખના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો જે.કે. ટીંબા, વિપુલ ખટાણા તથા દેવભાઈ રાવલ ડાકની રમઝટ બોલાવીને ભક્તોને માતાજીની ભક્તિમાં તરબોળ કરશે.
આ ભવ્ય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા સમસ્ત ઝાલા પરિવાર પંચાસર તથા રાજ શક્તિ ગ્રુપ પંચાસર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આયોજકો દ્વારા સમગ્ર જાહેર જનતાને આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહી માતાજીના દર્શન, મહાઆરતી અને માંડવાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સ્થળ: શ્રી શક્તિ માતાજી મંદિર, પંચાસર ગામ, તા. જિ. મોરબી.
તારીખ: 20 નવેમ્બર, 2026 (શુક્રવાર).






