મોરબી જીલ્લા સિવિલ હોસ્પિટલના એઆરટી સેન્ટર ખાતે માઇગ્રન્ટ ક્લાયન્ટ્સ, સગર્ભા બહેનો અને બાળકોને મીઠાઈ તથા ફરસાણ પણ અપાયા.
મોરબી જીલ્લા સિવિલ હોસ્પિટલના એઆરટી સેન્ટર ખાતે કરૂણા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે શૈરોપોઝિટિવ ગંગાસ્વરૂપ બહેનો, માઇગ્રન્ટ ક્લાયન્ટ્સ, સગર્ભા બહેનો અને બાળકોને રાશનકીટ, મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. ડૉ. પ્રદીપ દુઘરેજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ જયશ્રીબેન તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત સોશિયલ મીડિયા સાથે સંકળાયેલાં મનીષાબેન સરવડિયા, અરૂણાબા રામદેવસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન તથા ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પરમાર, એઆરટી મેડિકલ ઓફિસર હિમશીખાબેન, એઆરટી બ્રધર સોહીલભાઈ અને એઆરટી સીસીસીના ઘનશ્યામભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તબીબી ટીમ દ્વારા એઆરટી અંગે માર્ગદર્શન અને ચર્ચા પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં કરૂણા ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ રાજેશભાઈ જાની, ખજાનચી જયદીપભાઈ નિમાવત, મંત્રી આશાબેન વિશોડીયા, સહખજાનચી હીનાબેન બારોટ, સહમંત્રી ભાવનાબેન ચાવડા તેમજ બોર્ડ મેમ્બરો ઉષાબેન બોડા, કાન્તિભાઈ પાંચોટિયા, ઘનશ્યામભાઈ વરમોરા અને મીનાબેન સાડેસા સહિત સંસ્થાના સભ્યો જોડાયા હતા. આ આયોજનમાં અશોકભાઈ કાંઈટો સિરામિક, અરવિંદભાઈ કેવીસ સિરામિક, સ્વ. લજપતભાઈ એમ. મહેશ્વરી, દયાબેન વાલજીભાઈ ચગ, ગોપાલભાઈ ભટ્ટ, માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડ, કાંતિલાલ સોની, રેગન સિરામિક, હીનાબેન વિજયભાઈ જોબનપુત્રા, સાક્ષી નિખિલ ગોસાઈ, હિરેનભાઈ પોરિયા અને ફરઝાનાબેન કુરેશી સહિતના દાતાશ્રીઓનો સહયોગ મળ્યો હતો. સંસ્થા દ્વારા તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આગામી મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પણ રાશનકીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકાર્યમાં સહયોગ આપવા ઇચ્છુક દાતાશ્રીઓને કરૂણા ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ લાલવાણીનો મોબાઈલ નંબર ૭૫૬૭૫૧૭૪૭૨ પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.






