Thursday, November 28, 2024
HomeGujaratમોરબીમાં સાર્વજનીક કાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા કાલીપુજાનું ભવ્ય આયોજન

મોરબીમાં સાર્વજનીક કાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા કાલીપુજાનું ભવ્ય આયોજન

ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય કાલીપુજા માં થાય છે કાલીપુજા પંડાલમાં અનુષ્ઠાન,સ્થાપન,પુજન, અર્ચન, મહા આરતી અને સ્તુતિ કરવામાં આવે છે.માં કાલી સત્ય અને ન્યાય ના દેવી છે ન્યાય અને ભકતોની રક્ષા માટે માં કાલીએ રકતબીજ,ધૂમ્રલોચન,શુભ-નિશુભં,સહીત અનેક અસુરોનો સંહાર કરીયો છે અને ધર્મ અને સત્યની સ્થાપના કરી છે જેના અનુસંધાનમાં શ્રી શ્રી સાર્વજનીક કાલી પુજા કમીટી ગ્રુપ (શ્યામા કાલીપુજા કમીટી મેમ્બર્સ ગ્રુપ) દ્વારા મોરબીના દરબારગઢ ચોકમાં ખાતે કાલીપુજાનું તા.૧૨/૧૧/૨૦૨૩ રવિવાર થી તા.૧૫/૧૧/૨૦૨૩ બુધવાર ચાર દિવસ સુધી ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

સાર્વજનીક કાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા જણાવ્યા અનુસાર, મોરબીમાં દરબારગઢ ચોકમાં તા.૧૨/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૧૧/૨૦૨૩ સુધી ચાર દિવસ શ્યામા કાલીપુજા કમીટી મેમર્બ્સ દ્વારા કાલીપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ નિર્મલભાઈ, લાલુદાસભાઈ, દિપકભાઈ, અશોકભાઈ, સદાનંદભાઈ, બાબુભાઈ, સોમનાથભાઈ, દિલુભાઈ, ભોલાભાઈ અને તમામ મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું જાજરમાન અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માં કાલીની ભવ્ય મૂર્તિ શ્રીમતિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. કાલીપુજા બંગાલમાં જ નહી પરંતુ સંપુર્ણ દેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે ચાર દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, માં કાલીપુજા અર્ચના, ચંડી પાઠ, પુષ્પાજંલી,મહા આરતી,ખીચડી મહા પ્રસાદ,મયાર ચંડીથ, અન્ન પ્રસાદ,ઢોલ,મહાઆરતી અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને તા.૧૫/૧૧/૨૦૨૩ના દિવસે કાલીપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવશે. જેમાં રોજ બપોરે ૧૨ થી ૧ વાગ્યા પછી આરતી કરાશે તથા રોજ રાત્રે ૯ વાગ્યા પછી મહાઆરતી કરાશે. તેમજ રાત્રે મહા આરતી પછી ખીચડી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ શુભ અવસરનો લાભ લેવા મોરબીની તમામ જાહેર જનતાને તમામ કમીટી મેમ્બર્સ અને આયોજક તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!