શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા શરદ પુનમના દિવસે ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મરબી ખાતે આગામી તારીખ ૦૯/૧૦/૨૦૨૨ને રવિવારના રોજ બ્રહ્મસમાજના તમામ ભાઈઓ, બહેનો અને બાળકો માટે શરદોત્સવ-2022નું જબરજસ્ત આયોજન શ્રી દવે પંચોલી ઓદીચ્ય બ્રાહ્મણ વિધાર્થી ભવન પાર્ટી પ્લોટ, સરદાર બાગ સામે, શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે. શરદોત્સવના ભવ્ય કાર્યક્રમમાં બ્રહ્મસમાજના લોકો ગરબે તથા શરદ પૂનમના સંગીત પર રમઝટ બોલાવશે. તેમજ કાર્યક્રમના મુખ્ય આયોજક ધ્વનિતભાઈ દવે, રોહિતભાઈ પંડયા અને કમલભાઈ દવે દ્વારા સમગ્ર બ્રહ્મસમાજના લોકોને શરદોત્સવના ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું છે.