Sunday, January 19, 2025
HomeGujaratવાંકાનેરના અદેપર ગામે ગાળો બોલવાની ના પાડતા દાદા-પૌત્રને પાંચ શખ્સોએ માર માર્યો

વાંકાનેરના અદેપર ગામે ગાળો બોલવાની ના પાડતા દાદા-પૌત્રને પાંચ શખ્સોએ માર માર્યો

વાંકાનેરના અદેપર ગામે ગાળો બોલવાની ના પાડતા દાદા-પૌત્રને પાંચ શખ્સોએ લોખંડના પાઈપથી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અદેપર ગામના જયસુખભાઇ નારણભાઇ સતવાણી ઉ.વ. 22એ ફરિયાદ નોંધાવી હતી કે દલસુખ ઉર્ફે દલો નરશીભાઇ, અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર, અનુ ઉર્ફે અનકો મીઠાભાઇ મેર, રમેશભાઇ રઘુભાઇ મકવાણા, ભરતભાઇ ધીરૂભાઇ વાટીયા ઘર પાસે ગાળો બોલી રહ્યા હતા. ત્યારે તેમના દાદાએ ગાળો બોલવાની ના પાડતા આ શખ્સોએ દાદાને લોખંડના પાઇપથી માર મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો.આ મામલે વૃદ્ધના પૌત્રએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!