નવા વર્ષની શરૂઆતમાં જ સરકારે મોરબી સિરામિક ઉધોગકારો મોટી રાહત આપી છે. એક ભેટ સ્વરૂપે ગુજરાત ગેસના ભાવમાં સાત રૂપિયાનો તોતિંગ ઘટાડો કરી ઉધોગકારો રાજી રાજી કરી દીધા છે.
અગાઉ ગેસનો ભાવ ૫૪.૮૯ હતો. જે હાલ ઘટીને ૪૭.૯૩ થયો છે. તેમજ ત્રણ મહિનાના કરાર કરનારને ૪૬.૪૩ રૂપિયા અને એક મહિનાના કરાર કરનારને ૪૭.૯૩ રૂપિયા ભાવમાં ગેસ મળશે. જેથી કરાર વગરના વપરાશ કરતાંને ૬૦.૭૯ રૂપિયાના ભાવે ગેસ મળશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, સીરામીક ઈન્ડસ્સ્ટ્રીઝના પ્રશ્ર્નો માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમા ગાંઘીનગર ખાતે તા- ૨૬-૧૨-૨૨ ના રોજ મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. જેને લઇ ગેસના ભાવમા ગુજરાત સરકાર દ્વારા આજથી જ રૂ ૭/- નો ઘટાડો કરતા આ તકે મોરબી સીરામીક એસોસીએસન વતી પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા તેમજ કિરીટભાઈ પટેલ ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.