ટંકારામાં ફાસ્ટફૂડ અને દુધની બનાવટમાં ઝેરી કેમિકલતો નથી પિરસાતુ તે જોવાની અને ખરાઈ કરવાની જવાબદારી કોની અને જોશે કોન? નિયમોને ખુલ્લે આમ કોરણે મુકી સ્વાદના ધંધા માં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.મહાનગરોમાં વખતો વખત આરોગ્ય વિભાગની ટીમ અને ભેળસેળ વિભાગ સહિતના અન્ય અધિકારીઓ દુધ દહી કવર યુક્ત ચટણી બેકરી ડેરી અને રોડ રસ્તે લારી ગલ્લા પર નિયમોને નેવે મૂકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નાના મોટા ધંધાથી ઉપર તવાઈ બોલાવી છે અને ધણુ ખરુ ખોટુ ખરાબ સામે આવતુ પણ રહે છે. ત્યારે ટંકારામા ખુલ્લે આમ જન આરોગ્ય સાથે ચેડા થતા હોય ફુડ લાઈસન્સ કે કોઈ મંજુરી વિના એક પણ નિયમોને પાલન ન કરી સ્વાદનો ધિકતો ધંધો ફુલયો ફાલયો છે.
ટંકારામાં રંગબેરંગી ચટણી, પાણી, તેલ, લોટ, મસાલો, લચ્છી, દુધની આઈટમો સહિતના વેચાણકરતા કેટલુ ખરૂ ખોટુ કરૈ છે એની ખબર તો જવાબદાર તંત્ર આળસ ખંખેરી ઉભા થાય તો ખબર પડે આ માટે જાગૃત નાગરિકો દ્વારા જીલ્લા કક્ષાએ રજુઆત કરી છે.
ટંકારા નગરપાલિકા હોત તો સમયાંતરે આરોગ્ય સાથે ચેડા કરનાર ને પકડી શક્યા હોત.
સ્વભાવિક પ્રમાણે ટંકારા નગરપાલિકા ન હોય એનો અનેક રીતે ખામયાઝો શહેરીજનો ભોગવી રહ્યા છે એમાનો એક આ આરોગ્ય સાથે ચેડા નો પણ છે જો અહી નગરપાલિકા બને તો આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અને વખતો વખત ચકાસણી થાય જેથી લોકોના આરોગ્ય ઉપર ખતરો ટાળી શકાય.
તોલમાપ ખાતાના અધિકારીઓ પણ વજન મળી જતા પોબારા ભણી મુકે છે જેમાં સામાન્ય રીતે પ્રતી વર્ષ વજન ઓછું અદકુ આવે છે કે કેમ એ માટે માપક યંત્રની યોગ્યતા અને ક્ષમતા નુ ચકાસણી કરવી ફરજિયાત છે એ માટે ખાનગી કોન્ટ્રેક્ટરો પણ હોય છે પરંતુ બધુ સહિ સલામત હોવાનો રાગ આલાપતા અધિકારીઓને વજન મળી જતુ હોવાનુ ખુદ વેપારીઓ કહી રહા છે.