મોરબી સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ઘોર બેદકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે જેમાં હોસ્પિટલમાં અંદર ના ભાગે છત માંથી મસમોટું ગાબડું તૂટી પડ્યું હતું.
આજે વેહલી સવારે હોસ્પિટલની છતમાં મસમોટું ગાબડું પડતા નાસભાગ મચી જવા પામી હતી. તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, સ્થળ પર કોઈ દર્દી સારવાર લઈ રહેલ ન હોય જેથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલમાં અનેક ભાગો છે. જે જર્જરિત છે. છતાં પણ તંત્ર ના આંખ આડા કાન હોય તેવો ઘાટ ઘડાયો છે. જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો લોકોનાં મનમાં હાલ ઉદ્ભવી રહ્યા છે.