Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : વણકરવાસમાં મોટરસાયકલ હડફેટે લઈ યુવાન તથા તેનાં ભત્રીજાને માર મારી...

મોરબી : વણકરવાસમાં મોટરસાયકલ હડફેટે લઈ યુવાન તથા તેનાં ભત્રીજાને માર મારી ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

મારામારીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વણકરવાસમાં શેરી-૨ માં રહેતા રાકેશભાઈ બાબુભાઈ સાવલિયા (ઉં.વ.૨૪)એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી લાલો ચંદુભાઈ જાદવએ પોતાનું મોટર સાઈકલ ફૂલ સ્પીડમાં ગફલતભરી રીતે ચલાવી ફરિયાદી રાકેશભાઈના ભત્રીજાને હડફેટે લઇ પછાડી દઈ માથામાં ઈજા કરી ફરિયાદી રાકેશભાઈને લાકડી વડે માર મારી માથામાં ઈજા કરી આરોપી મહેન્દ્રભાઈ ચંદુભાઈએ લાકડી વડે માર મારી જમણા હાથમાં ઈજા પહોંચાડી ગાળો આપી આરોપી સંજય ધનજીભાઈ જાદવ અને આરોપી દિલીપભાઈ ઘનજીભાઈએ મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદનાં આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!