મોરબી જિલ્લો બન્યા બાદ અમુક સુવિધાઓથી વંચિત છે ત્યારે મોરબી માં કાયદો વ્યવસથાની સ્થિતિ સામે પોલીસકર્મીઓ તેમજ પોલીસ મથકોની સ્થિતિ પણ ખૂબ ઓછી છે જેના લીધે એક પોલીસમથકમાં લાંબી હદ આવે છે અને યોગ્ય ન્યાય અને સમયે પહોંચવામાં પોલીસને પણ ઘણી વખત મોડું થાય છે જેના લીધે બનાવ અને ઘટના વધુ મોટુ સ્વરૂપ લે છે જો કે આતો સરકારની હાથ ની વાત છે પરંતુ મોરબીના અમુક પોલીસ મથક એવા છે જેના વિસ્તારોમાં જ મોરબી પોલીસની હદ પૂરી થઈ જાય જેમ કે માળીયા મી પોલીસમથક મોરબી તાલુકા પોલીસ મથક, હલવડ પોલીસ મથક ,વાકાનેર તાલુકા પોલીસમથક સહિતના વિસ્તારો ખુબ વિશાળ છે અને ગ્રામ્ય વિસ્તાર પણ મોટા છે ત્યારે પોલીસ માટે ત્યાં પહોંચવામાં સમય લાગે છે સાથે જ ફોર્સ ની પણ ઘટ છે.
જો કે આ બધા પોલીસમથકમાં હાલ અતિ સંવેનશીલ પોલીસ મથકમાં માળીયા મીયાણા પોલીસ મથકનો સમાવેશ થાય તો તેમાં કોઈ નવાઈની વાત નથી કેમ કે માળીયા ભૌગોલિક સ્થિતિ નાં લીધે કચ્છ હાઇવે ની નજીક છે સાથે જ નવલખી બંદર પણ માળીયા મી. પોલીસ મથકની નીચે આવે છે જેના લીધે નવલખી બંદર પણ ઝિંઝૂડા ડ્રગસ પકડાયા બાદ અતિ સંવેનશીલ ની યાદીમાં સામેલ થઈ ચૂક્યું છે આટલું જ નહિ નવલખી બંદર કોલસા નું હબ માનવામાં આવે છે ત્યારે ભૂતકાળમાં પણ કોલસા સહિત અન્ય ધંધાઓ ને લઈને પણ ભૂતકાળમાં પોલીસની મીલીભગત પણ સામેલ થઈ હોવાની વાતો ચર્ચામાં આવી છે ત્યારે નવલખી બંદર જોત જોતા માં ક્યાંક મોટી મુસીબત નાં પેદા કરે એ પણ હવે જોવું રહ્યું કેમ કે નવલખી બંદર પર દરિયાનો લાભ મેળવી કોલસા સિવાયના અન્ય ધંધાઓ પણ ફૂલ્યા ફાલવા લાગ્યા છે જો કે નવલખી બંદર હાલ આવા તત્વો માટે સોનાના ઈંડા આપતી મુરઘી બની ચૂક્યું છે જેને કોઈ છોડવા માંગતા નથી ત્યારે જો આમનામ ચાલ્યું તો નવલખી નો દરિયા કિનારો એક દિવસ ઉકેલી નાં શકાય તેવો પ્રશ્ન ઊભો કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
ઉલ્લેખનિય છે કે નવલખી બંદર આગાઉ પણ વિવાદમાં રહી ચુક્યું છે ત્યારે નવલખી બંદર પર કોલસા અને ગેરકાયદેસર નાં ડીઝલ પર અસામાજિકતત્ત્વો ની નજર છે જે તત્વો પોલીસ અથવા પોલીસના નજીકના સગા હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ત્યારે આ નવલખી નજીક આવા તત્વોની ઉચ્ચ સ્તરીય ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે.