Friday, April 26, 2024
HomeGujaratહળવદમાં વારંવાર જતી વીજળીનો પ્રશ્ન ત્વરિત હલ કરવા પી.જી.વી.સી.એલ અધિક્ષકને પત્ર લખી...

હળવદમાં વારંવાર જતી વીજળીનો પ્રશ્ન ત્વરિત હલ કરવા પી.જી.વી.સી.એલ અધિક્ષકને પત્ર લખી રજૂઆત કરાઈ

હળવદમાં છેલ્લા ઘણા સમયથી ચોમાસાની સીઝન હોય કે ન હોય પરંતું ચોમાસા માફક પી.જી.વી.સી.એલ.ની વિજળી લબુક-ઝબુક થઇ રહી હોય જેથી નગરજનો પરેશાની ભોગવી રહ્યાં છે. જેને લઇ હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનોદભાઇ એલ. પટેલ તથા ઉપ-પ્રમુખ ભીખાલાલ પટેલ દ્વારા પી.જી.વી.સી.એલ અધિક્ષકને પત્ર લખી રજૂઆત કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

પત્રમાં અરજદારો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા બારેક માસથી હળવદ શહેરની વીજળી બાબતની સમસ્યા ખુબ કથળી હોવાથી પી.જી.વી.સી.એલ.ને જણાવવાનું કે, આ બાબતે PGVCLના હળવદ અને મોરબીના અધિકારીઓ સાથે મીટીંગ કરી વારંવાર વાકેફ કરેલ હતા. આમ છતાં અમારી એક પણ સમસ્યાનો હલ નીકળેલ ન હતો. આથી અમો હળવદ વેપારી મહામંડળ દ્વારા આપ અધિકારીને જાણ કરવામાં આવે છે કે, આજદિન સુધી અમારા વ્યપાર અને ઉધોગપર માઠી અસર પડેલ છે. હવે પછીથી અમે વ્યપાર અને ઉદ્યોગમાં માઠીઅસર સહન કરશું નહિ એ માટે અમો તમોને જણાવીએ છીકે જો અમારી સમસ્યાનો હલ કરવામાં નહિ આવે તો તા.૨૮-૦૧-૨૦૨૩ના રોજ હળવદ શહેરમાં વ્યપાર ધંધા બંધ રાખી આંદોલન કરવામાં આવશે. તેમજ અરજદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!