મોરબી જિલ્લા પોલીસ હરહંમેશ જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરતી આવી છે. ત્યારે આજે ફરી મોરબી જિલ્લા પોલીસ દ્વારા આવનાર તહેવારોના દિવસોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ આગામી સમયમાં જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે વાહન ચાલકોને નિર્દેશીને એક માર્ગદર્શિકા બહાર પડે છે. જેમાં વાહન ચાલકોને ઘણા સલાહ અને સૂચનો અપાયા છે.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, જયારે તમે કાર પાર્કિંગ કરો ત્યારે તમારી કારમાં કોઇ કિંમતી ચીજ વસ્તુઓ જેવા કે, દાગીના, લેપટોપ, મોબાઇલ, પર્સ કે રોકડા રૂપીયા જેવી વસ્તુઓ મુકવી નહિ., જયા૨ે તમે રોડ પરથી પસાર થાવ ત્યારે કોઇ અજાણી વ્યકિત તમારૂ વાહન ઉભું રાખવાનો ઇશારો કરે અથવા ગાડીમાં હવા ઓછી છે કે ઓઇલ લીંક થાય એવુ કહી ધ્યાન ભટકાવવાની કોશીષ કરે તો એલર્ટ રહો., બેંક, જવેલરી શોપ કે આંગળીયા પેઢીમાં જતી વખતે અને પાછા ફરતી વખતે ખાસ ધ્યાન રાખો કે, તમારો કોઇ પીછો કરતુ હોય તેવુ લાગે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરો., દિવાળીના તહેવારો દરમ્યાન નાણાકીય મોટી હેરફેર કરવાની હોય તો પોલીસનો સંપર્ક કરી મદદ લો., વધુ રકમની આપ – લે કરતી વખતે હંમેશા ટુ વ્હીલર નહીં પરંતુ ફોર વ્હીલનો ઉપયોગ કરો., કોઇપણ રીક્ષા, બસ, ટ્રેન કે પેસેન્જર વાહનોમાં મુસાફરી કરતી વખતે ખાસ એલર્ટ રહો અને તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો., અજાણ્યા સહ પ્રવાસી દ્રારા આપવામાં આવતી કોઇ પણ ચીજ વસ્તુ ખાવી પીવી નહી., દિવાળીના તહેવારો દરમ્યાન બહારગામ જાવ ત્યારે કિંમતી સામાન કે રોકડ રકમ બેંક લોકરમાં રાખવી., જાહેર રસ્તા ઉપર ચાલતી વખતે કે મોટરસાયકલ પર જતી વખતે તમારૂ પર્સ, મોબાઇલ કે દાગીના કોઇ ઝુટવી ન લે તેવી ખાસ તકેદારી રાખવી… તેવી મોરબી જિલ્લા પોલીસ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.