Tuesday, February 17, 2026
HomeGujaratઈરાનથી કેમિકલ મોકલવાની તૈયારીની ગુજરાત એટીએસને મળી બાતમી:ATS અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં 203...

ઈરાનથી કેમિકલ મોકલવાની તૈયારીની ગુજરાત એટીએસને મળી બાતમી:ATS અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં 203 કિલો શંકાસ્પદ કેમીકલ સાથે બે ઈરાની નાગરિક ઝડપાયા

પોરબંદર નજીક ભારતીય જળસીમામાં ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી શંકાસ્પદ કેમીકલનો મોટો જથ્થો તથા ઈરાની ફીશિંગ બોટ ઝડપી લેવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત ATSના પોલીસ અધિક્ષક કે.કે. પટેલને બાતમી મળી હતી કે, ઈરાનના કોનારક બંદરેથી આશરે 200 કિલો જેટલો શંકાસ્પદ કેમીકલનો જથ્થો બોટ મારફતે ભારતીય જળસીમામાં લાવવામાં આવવાનો છે અને તેને ભારતીય બોટ મારફતે પંજાબ મોકલવાની યોજના હતી.આ માહિતીના આધારે ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. અને ગઈકાલે તા.16 ફેબ્રુઆરીની રાત્રે પોરબંદરથી આશરે 140 નોટિકલ માઇલ દૂર IMBL નજીક શંકાસ્પદ ઈરાની સ્પીડ બોટને અટકાવી તપાસ કરતા બે ઈરાની નાગરિકો અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તારને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસે રહેલા કુલ 203 પેકેટમાંથી આશરે 203 કિલો શંકાસ્પદ કેમીકલનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલ શંકાસ્પદ કેમીકલ, ઈરાની સ્પીડ બોટ અને બંને આરોપીઓને પોરબંદર કોસ્ટગાર્ડ સ્ટેશને લાવવામાં આવ્યા છે, જ્યાં FSL દ્વારા કેમીકલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!