Friday, June 2, 2023
HomeGujaratદેશના દુશ્મનો પર કાળ બનીને ત્રાટકતી ગુજરાત એટીએસ:બૉમ્બ બનાવવાની ટ્રેનિંગ લીધેલ ખતરનાક...

દેશના દુશ્મનો પર કાળ બનીને ત્રાટકતી ગુજરાત એટીએસ:બૉમ્બ બનાવવાની ટ્રેનિંગ લીધેલ ખતરનાક આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી લેવાયો

આશરે બે મહિના અગાઉ તા. ૩૦/૦૩/૨૦૨૨ ના રોજ રાજસ્થાનના ચિતોડગઢ જીલ્લાના નિમ્બાહેરા વિસ્તારમાં પોલીસ ચેક પોઇન્ટ પરથી પસાર થતી એક બલેનો કારમાંથી ત્રણ ઈસમો પાસેથી આરડીએક્સ એક્ષપ્લોસીવ, બેટરી, ઘડિયાલ અને વાયર જેવી વસ્તુઓ સાથે મળી આવતા તેઓની ધરપકડ કરી રાજસ્થાન નિમ્બાહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જેમાં તપાસ દરમિયાન અન્ય આરોપીના નામ ખુલ્યા હતા જે પૈકીનો એક આરોપી આકીફ અને જુબેર અગાઉ બે વખત ગુજરાત, અમદાવાદ મા આવ્યા હોવાની બાતમી એટીએસ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળી હતી જેથી એટીએસ એસપી સુનિલ જોશી ની સુચના અને એટીએસ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ના વડપણ હેઠળ વાયરલેસ પીએસઆઈ ડિ.વી રાઠોડ તથા વાયરલેસ પીએસઆઈ ડિ. એસ. ચૌધરી દ્વારા વધુ હકીકત મેળવી પીઆઈ જે.એમ.પટેલ,પીએસઆઈ આર.બી.રાણા સહિતની એટીએસ ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના પડઘા ગામે થી આરોપી આકિફને ઝડપી લઈને ગુજરાત એટીએસ માં લઈ આવ્યા હતા . જ્યાં આરોપી આકીફની ઊડાણપુર્વક પુછપરછ કરતાં તેણે કબુલાત આપી હતી કે તે ફેબ્રુઆરી-૨૦૨૨ માં રતલામ ખાતે આમીન ફાવડા ના ઘરે ગયેલ હતો અને તે બન્ને ત્યાંથી રતલામ ખાતે આ કાવતરાના માસ્ટર માઈન્ડ ઈમરાનખાન ના પોલ્ટ્રી ફાર્મ ખાતે ગયેલ અને ત્યાં આમીન ફાવડા,આમીન પટેલ ,ઈમરાન ખાન તથા અન્ય ઈસમોએ બે દિવસ બોમ્બ બનાવવાની ટ્રેનીગ પણ લીધી હતી.વધુમા આ પકડાયેલ આરોપી આકિફ, આગાઉ પણ ભીવંડી નીજામપુર પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ ૩૦૭ મુજબના ગુનામાં પકડાયેલ હતો. આ ગુનો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હોય જેથી ગુજરાત એટીએસ દ્વારાપકડાયેલ આરોપીની કસ્ટડી NIA દિલ્હીને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

કેટલા કિલો આરડીએક્સ અને કેટલા આરોપી ઝડપાઇ ચુક્યા છે

ગત તા. ૩૦/૦૩/૨૦૨૨ ના રોજ રાજસ્થાન ચિતોડગઢ જીલ્લાના નિમ્બાહેરા વિસ્તારમાં પોલીસ નાકાબંદી દરમ્યાન પસાર થતી એક બલેનો કારમાંથી સૈફુલ્લાહ, અલ્તમસ અને જુબેર નામના ઈસમો પાસેથી ૧૩ કિલોગ્રામ એક્ષપ્લોસીવ અને બેટરી તથા ઘડિયાલ અને વાયર જેવા પદાર્થો મળી આવતા તેઓની ધરપકડ કરી રાજસ્થાન નિમ્બાહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ. ઉપરોક્ત ત્રણે આરોપીઓ મધ્યપ્રદેશના રતલામના રેહવાસી હોવાનુ જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન આ કાવતરામાં બીજા ઈસમો આમિન ફાવડા, આમીન પટેલ અને ઈમરાન ખાનનાઓની સંડોવણી ખુલી હતી.જેથી તે તમામની પણ તેમના ઘરે રતલામ ખાતેથી ધરપકડ કરવામાં આવેલ. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ભારત સરકાર દ્વારા આ ગુનો NIA દિલ્હી ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જે અંગે NIA દ્વારા એક્ષપ્લોસીવ એક્ટની કલમ ૪,૫, & ૬ તથા યુ.એ.પી.એ એક્ટની કલમ ૧૩,૧૫,૧૬,૧૮ &૨૦ હેઠળ આ ગુનો રી-રજીસ્ટર કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ અગાઉ હત્યા સહિતનાં ગુનામાં સંડોવાયેલા છે

આ આરોપીઓ પૈકી (૧) ઈમરાનખાન સને ૨૦૧૫ માં આર્મ્સ એકટ તેમજ જેહાદી ષડયંત્રના ગુનાઓમાં રતલામ ખાતે પકડાયેલ હતો. (૨) જુબેર વર્ષ ૨૦૧૪માં કપીલ રાઠોડ (બજરંગ દળ નેતા) ના મર્ડરના કેસમાં તથા ૨૦૧૭માં તરૂન સાંખલા (બજરંગદળ નેતા) ના મર્ડર ના કેસમાં પકડાયેલ હતો (૩) અલ્તમસની વર્ષ ૨૦૧૭માં રતલામમાં તરૂન સાંખલા (બજરંગદળ નેતા) ના મર્ડર ના કેસમાં પકડાયેલ હતો.(૪)સૈફુલ્લાહ વર્ષ ૨૦૧૪માં રતલામમાં કપીલ રાઠોડ (બજરંગ દળ નેતા) ના મર્ડરના કેસમાં ઝડપાઇ ચુક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસને એક જ દિવસમાં બે મોટી સફળતા મળવા પામી છે અને સાથે સાથે ગુજરાત એટીએસ ની આ કાર્યવાહીથી દેશની શાંતી ડહોળનારા તત્વોમાં પણ એક કડક સંદેશ જાય છે કે નામ બદલાવીને દુનિયાના ગમે તે ખૂણે રહો ગમે તેટલા વર્ષ નાસ્તા ફરો ગુજરાત એટીએસ ધરતીના પેટાળ માંથી પણ આવા તત્વો ને પકડી પાડશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!