Friday, April 26, 2024
HomeGujaratતસ્કરોએ લીધો વેકેશનનો લાભ:પ્રાથમિક શાળામાંથી મધ્યાહન ભોજનના વાસણો અને રમત ગમતના સાધનોની...

તસ્કરોએ લીધો વેકેશનનો લાભ:પ્રાથમિક શાળામાંથી મધ્યાહન ભોજનના વાસણો અને રમત ગમતના સાધનોની ચોરી

હાલમાં વેકેશન ચાલી રહ્યું છે બાળકો ને મજા પડી ગઈ છે પણ આ વેકેશન નો લાભ અજાણ્યાં ચોરોએ પણ ભરપૂર ઉઠાવી લીધો છે જેમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલ પ્રાથમિક શાળા માંથી તસ્કરો વાસણો ,ગેસનો બાટલો,રમત ગમતના સાધનો સહિત દરેક વસ્તુ ચોરી ગયા હતા.

- Advertisement -
- Advertisement -

વધુ વિગત મુજબ મોરબી તાલુકાના નવા જામ્બુડીયા પ્રાથમિક શાળાના આચાર્ય નયનભાઈ હિમતભાઈ ભોજાણી એ ફરિયાદ નોંધાવી છે કે વેકેશન હોવાના કારણે ગત તારીખ ૭/૦૫/૨૦૨૨ ના રોજ શાળાને તાળુ મારી ને ગયા હોય જેમાં ગઈકાલે આચાર્ય શાળા એ ગયા હતા ત્યારે રમ ના તાળા તૂટેલા જોવા મળ્યા હતા જેમાં શાળાના મધ્યાહન ભોજનના રસોડામાં રાખેલ અને મોટરવાળા રૂમમા રાખેલ સામાન જેમા સ્ટીલની થાળીઓ નંગ. ૨૬૫ આશરે કિ.રૂ. ૫૩૦૦/-, કુકર નંગ-૧ કિ.રૂ. ૫૦૦/-, તપેલુ નંગ-૧ કિ.રૂ. ૧૦૦/-, ભાતીયા નંગ-૫ કિ.રૂ. ૧૦૦/-, ડોયો મોટો નંગ-૧ કિ.રૂ. ૩૦/-, નાના ડોયા તથા ચમચી નંગ-૧૦ કિ.રૂ. ૧૩૦/-, ટીનની ડોલ નંગ- ૧ કિ.રૂ. ૫૦/-, પ્લાસ્ટીકની ડોલ નંગ-૧ કિ.રૂ. ૨૦/-, ઇન્ડીયન ગેસનો બાટલો નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦/- તથા રમતગમતના સાધનો જેમા લાકડાનુ કેરમ નંગ-૧ કિ.રૂ. ૨૦૦/-, લોખંડના બેડમીન્ટન પોલ નંગ-૨ કિ.રૂ. ૨૦૦૦/-, લોખંડનો વોલીબોલ પોલ નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦/-, બેટ નંગ-૧ કિ.રૂ. ૨૦૦/-, સ્ટમ્પ નંગ-૩ કિ.રૂ. ૧૦૦/-, વોલીબોલ નંગ-૧ કિ.રૂ. ૧૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૦,૮૩૦/- નો સામાન અજાણ્યા તસ્કરો ઉસેડી ગયા હતા.જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા આચાર્ય ની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!