Saturday, December 28, 2024
HomeGujaratગુજરાત એટીએસની ટીમે બે હથિયાર સાથે એક શખ્સને શનાળા નજીકથી પકડી પાડ્યો

ગુજરાત એટીએસની ટીમે બે હથિયાર સાથે એક શખ્સને શનાળા નજીકથી પકડી પાડ્યો

ટંકારાના સજનપર(ઘુ.)ગામથી શનાળા જવાના માર્ગ પરથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ જેની કીમત રૂપિયા ૪૦ હજાર સાથે પકડી પાડ્યો છે આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોધી જે શખ્સ પાસેથી હથિયાર ખરીદ્યા છે તેની સામે એ ડીવીઝન પોલીસમથકમાં ગુનો નોંધી હાલમાં તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી વિગત પ્રમાણે ટંકારાના સજનપર ગામથી શનાળા તરફ આવાના રસ્તા ઉપર ધારવાળા હનુમાનજીના મંદિર સામેથી પસાર થતો એક ઈસમને રોકીને ગુજરાત એ.ટી.એસની ટીમ દ્વારા તેની ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ મળી આવી હતી આ શખ્સ ઘનશ્યામસિંહ ઉર્ફે જીવી વિજયસિંહ જાડેજા (ઉ.વ.૩૭) હોવાનું બહાર આવ્યું હતું બાદમાં તે ન ધરપકડ કરી અને એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં આ હથીયારો તેણે એમ.પી. ના અલીરાજપુર ખાતે રહેતા જગુ સરદાર પાસેથી લીધા હોવાની કબૂલાત આપતા આરોપી ડીલર જગું સરદારને ને ઝડપવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!