ગુજરાત હાઈકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ અને માનનીય ન્યાયાધીશોને ન્યાયના અસરકારક અને વધુ સારા વહીવટ માટે, જિલ્લા ન્યાયાધીશની સંવર્ગમાં કામ કરતા ન્યાયિક અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટેનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી પ્રિન્સિપાલ એન્ડ સેંશન્સ જજ આર જી દેવધરાની પ્રેસિડેન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અમદાવાદ ખાતે, નવા પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ તરીકે મોરબી કોર્ટ ના એડિશનલ એન્ડ સેશન્સ જજ ડી પી મહીડાની અને મોરબી સેકન્ડ એડીશનલ ડીસ્ટ્રિક જજ ઍન્ડ એડીશનલ સેશન્સ જજ કે આર પંડ્યાને એડિશનલ ડીસ્ટ્રિક જજ મોરબી તરીકે નિમણૂક કરાઈ છે.
ગુજરાત હાઈકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ અને માનનીય ન્યાયાધીશોને ન્યાયના અસરકારક અને વધુ સારા વહીવટ માટે, જિલ્લા ન્યાયાધીશની સંવર્ગમાં કામ કરતા ન્યાયિક અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો હુકમ પસાર કરવામાં આવ્યો છે. જેમાં ૧૭ જેટલા સેશન્સ જજ અને કુલ ૪૯ સિવિલ જજોની બદલી અને નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબી પ્રિન્સિપાલ એન્ડ સેંશન્સ જજ આર જી દેવધરાની પ્રેસિડેન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.નવા પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ તરીકે મોરબી કોર્ટના એડિશનલ એન્ડ સેશન્સ જજ ડી પી મહીડાને નિમણુક અપાઈ, મોરબી સેકન્ડ એડિશનલ ડીસ્ટ્રિકટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ કે આર પંડ્યાને એડિશનલ ડીસ્ટ્રિકટ જજ મોરબી તરીકે નિમણૂક કરાઈ છે.