Sunday, September 8, 2024
HomeGujaratગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા મોરબી ખાતે AIFF બ્લુ ક્લબ લીગ આયોજન...

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા મોરબી ખાતે AIFF બ્લુ ક્લબ લીગ આયોજન કરાયું

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા Adani ગ્રુપના સહયોગથી રાજ્યમાં Adani બ્લૂ કબ્સ લિગ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ગોલ્ડન બેબી લિગના બે સત્રનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા AIFF બ્લુ ક્લબ લીગ એટલે કે બેબીલીગનું મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 16 જેટલી ટીમના 200 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા મોરબી ખાતે 12 વર્ષથી નાની ઉંમરના ખેલાડીઓ માટે ફૂટબોલ બેબીલીગનું આયોજન કરાય છે. જેને અદાણી ગ્રુપ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. મોરબી ખાતે રમાઈ રહેલી ફૂટબોલ બેબીલીગમાં ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમ ફાઇનલ મેચમાં વિજેતા બની હતી. રનરઅપ ટીમ અને વિજેતા ટીમ બન્નેના ખેલાડીઓને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવી હતી.આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર ડો. દેવેનભાઈ રબારી , જિલ્લા રમતગમત અધિકારી ભીલ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!