અમદાવાદ: આજે અમદાવાદની આઈપીએલ ટીમના નામની જાહેરાત કરવામાં આવી છે. IPL 2022 માં પ્રથમ વખત ભાગ લઈ રહેલી અમદાવાદની ટીમનું નામ ગુજરાત ટાઇટન્સ રખાયું છે. ટીમના નામની લાંબા સમયથી ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આ ટીમની માલિકી ગુજરાતી બીજઝનેસ મેન સિધ્ધાર્થ પટેલના CVC ગ્રુપની છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે મૂળ ગુજરાતી અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પસંદગી કરાઈ છે. હાર્દિક પંડ્યાને 15 અને રાશિદનખાનને 15 કરોડમાં ખરદીવામાં આવ્યો છે તથા રશીદ ને 8 કરોડ અને શુભમન ગિલ જેવા ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે. ગુજરાત ટાઇટન્સને મલ્ટીનેશનલ કંપની સીવીસી કેપિટલ 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે. ‘ગુજરાત ટાઇટન્સ’ ટીમનું વડું મથક અમદાવાદ રહેશે. જ્યારે આ ટીમ આગામી દિવસોમાં તેના અન્ય ખેલાડીઓ ખરીદશે. રાજકોટની ગુજરાત લાયન્સ ટીમ બાદ આઈપીએલમાં રમનારી આ ગુજરાતની બીજી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર આશિષ નેહરા ગુજરાત ટાઇટન્સ સાથે કોચ તરીકે જોડાયેલા છે, જ્યારે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાડનાર ગેરી કર્સ્ટન મેન્ટર તરીકે ટીમ સાથે રહેશે. આ ઉપરાંત વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે.