Friday, April 26, 2024
HomeNewsમોરબી જિલ્લાકક્ષાના પ્રદર્શન માટે મોટીબરાર શાળાના વિદ્યાર્થીઓની કૃતિ પસંદગી પામી

મોરબી જિલ્લાકક્ષાના પ્રદર્શન માટે મોટીબરાર શાળાના વિદ્યાર્થીઓની કૃતિ પસંદગી પામી

મોરબી જિલ્લાકક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે મોટીબરાર પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલી કૃતિ પસંદગી પામી છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-રાજકોટ આયોજિત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૧-૨૨ ના વિભાગ-૧ ઈકો ફ્રેન્ડલી સામગ્રી અંતર્ગત રત્નમણિ પ્રાથમિક શાળા-મોટીબરારના વિદ્યાર્થીઓ ડાંગર દિપ સંજયભાઈ અને ડાંગર આશિષ જેઠાભાઈએ શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયાના માર્ગદર્શન હેઠળ “ફ્રૂટ કટર મશીન” કૃતિનું નિર્માણ કર્યું હતું.

આ કૃતિ નાનીબરાર સી.આર.સી. કક્ષાએ વિભાગ-૧ માં પ્રથમ નંબર મેળવી માળિયા તાલુકા કક્ષા માટે પસંદ થઈ અને ત્યારબાદ માળિયા તાલુકા કક્ષાએ પણ વિભાગ-૧ માં પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે પસંદ થઈ છે. આ તકે નાનીબરાર સી.આર.સી. હરેશભાઈ ડોડીયા તેમજ શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરાએ વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!