ગત સોમવારે ગુજરાત રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નવા કેબિનેટ મંડળની રચના માટેની રાજકીય કવાયત અને લોકોમાં અટકળો તેજ બની છે. આગામી 16 તારીખે રાજ્યના નવા મંત્રીમંડળની યાદી જાહેર કરશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમન બાદ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કોના પર પસંદગીનો કળશ ઢોળાશે અને કોનુ પત્તુ કપાશે તેવી અટકળોની આંધી જન્મી છે. તેવા સંજોગો વચ્ચે ત્યારે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે, ગુજરાતના મંત્રીમંડળની રચના માટે ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ મોડી રાત્રે અમદાવાદ આવ્યા હતા. જે બાદ અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે બેઠક કરી હતી. જેમાં અનેક નવા ચહેરા ને સ્થાન આપવા મોહર લગાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નવી કેબિનેટની રેસમાં કોણ ?
પ્રદીપસિંહ જાડેજા,આર.સી.ફળદુ, રાજેન્દ્ર ત્રિવેદી,જયેશ રાદડિયા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, જવાહર ચાવડા, નીમાબેન આચાર્ય, રમણ પાટકર, જયદ્રથસિંહ પરમાર,ઇશ્વર પટેલ,મનીષા વકીલ, સંગીતા પાટીલ, હર્ષ સંઘવી, અજમલજી ઠાકોર, ગજેન્દ્ર પરમાર, રાકેશ શાહ, જગદીશ પંચાલ, શૈલેષ મહેતા સોટ્ટા, દુષ્યંત પટેલ, ઋષિકેશ પટેલ, શશીકાંત પંડ્યા, કિરીટસિંહ રાણા, જીતુ ચૌધરી, મોહન ડોડીયા, કાંતિ બલર સુરત, અરવિંદ રાણા – સુરતી, કેતન ઈનામદાર, કનુ પટેલ, હિતુ કનોડિયા સહિત કેટલાક જુના જોગીઓ તો કેટલાક નવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવા રાજકીય વર્તુળોમાં અણસાર વર્તાઈ રહ્યા છે.