નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના વર્ષમાં સમગ્ર દેશમાં એક્સપોર્ટ કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. કોરોના મહામારી છતાં ગુજરાતનું એક્સપોર્ટ ૨૦.૮૩ ટકાના હિસ્સા સાથે પ્રથમ ક્રમે રહ્યું છે અને બાદમાં બીજા ક્રમે ૨૦.૦૬ ટકા હિસ્સા સાથે મહારાષ્ટ્ર જોવા મળે છે ત્યારબાદ ત્રીજા ક્રમે તમિલનાડુ, ચોથા ક્રમે ઉતરપ્રદેશ અને પાંચમાં ક્રમે કર્ણાટક જોવા મળે છે. આમ ગુજરાતે મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉતરપ્રદેશ, સ૬િતનાં ૩૭ રાજ્યને પાછળ છોડી ગુજરાતે એકસ્પોર્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ગુજરાતના એક્સપોર્ટના હિસ્સામાં મોરબીના સિરામિક ઉદ્યોગનો પણ મોટો હિસ્સો છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગે સમગ્ર દેશમાં ગુજરાતને પ્રથમ ક્રમે પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું છે અને મોરબીનું ગૌરવ સમગ્ર દેશમાં વધાર્યું છે.