Thursday, January 9, 2025
HomeGujaratમોરબીની માધાપરવાડી શાળામાં જ્ઞાનશક્તિ કાર્યક્રમ અંતર્ગત જ્ઞાનકુંજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મોરબીની માધાપરવાડી શાળામાં જ્ઞાનશક્તિ કાર્યક્રમ અંતર્ગત જ્ઞાનકુંજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મહાનુભાવોની હાજરીમાં સ્માર્ટ બોર્ડ,લેપટોપ,સ્પીકર અને પ્રોજેક્ટર અર્પણ કરાયા.

- Advertisement -
- Advertisement -

સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓને અદ્યતન બનાવવા,સુસજ્જ બનાવવા માટે જ્ઞાનકુંજ અંતર્ગત સ્માર્ટ બોર્ડ લેપટોપ, પ્રોજેક્ટરથી વિદ્યાર્થીઓને દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા શિક્ષણ મેળવે ખ્યાતનામ શિક્ષકો દ્વારા અપાયેલા વિષયોના પાઠ વિદ્યાર્થીઓ સહેલાઈથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે 38 શાળાઓમાં જ્ઞાનકુંજ, નવ શાળામાં આઈ.સી.ટી.લેબ, વગેરેનું જ્ઞાન શક્તિ અંતર્ગત જ્ઞાનકુંજ લેબ માધાપરવાડી કન્યા શાળા ખાતે કાંતિભાઈ અમૃતિયા પૂર્વ ધારાસભ્ય મોરબી માળીયા, પ્રવીણભાઈ સોનાગ્રા ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત મોરબી, રમાબેન ચાવડા પ્રમુખ તાલુકા પંચાયત મોરબી, કુસુમબેન પરમાર પ્રમુખ નગરપાલિકા, હસુભાઈ પંડ્યા ઉપપ્રમુખ મોરબી જિલ્લા ભાજપ, હર્ષદભાઈ કંઝારીયા ચેરમેન મોરબી નગરપાલિકા, અનિલભાઈ મહેતા કારોબારી સભ્ય પ્રદેશ ભાજપ, નિર્મલભાઈ જારીયા ઉપપ્રમુખ જિલ્લા ભાજપ, ધર્મેન્દ્રભાઈ કંઝારીયા કોષાધ્યક્ષ મોરબી જિલ્લા ભાજપ, માવજીભાઈ કંઝારીયા વગેરેની ઉપસ્થિતમાં લોકાર્પણ કાર્યક્રમમાં યોજાયો આ કાર્યક્રમમાં ખુબજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ડો.ગણેશભાઈ નકુમ સરપંચ માધાપરનું શાળામાં પાણીની સુવિધા ઉભી કરી આપવા બદલ તેમજ કાળુભાઈ વી.પરમાર એસ.એમ.સી.અધ્યક્ષ કે જેઓ શાળાને સતત સહકાર શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેવા બદલ અદકેરું સન્માન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણની જરૂરિયાત,શિક્ષણના મહત્વ વિશે, સરકાર દ્વારા શિક્ષણ સુધારણા કરવા માટે લેવાયેલા પગલાંઓ વિશે વાતો કરી હતી કાર્યક્રમની સ્વાગત વિધિ તુષારભાઈ બોપલીયા આચાર્ય માધાપરવાડી કુમાર શાળાએ કર્યું હતું, આભાર દર્શન સંદીપભાઈ લોરીયાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન,આયોજન વ્યવસ્થાપન દિનેશભાઈ ડી. વડસોલાએ કર્યું હતું, કાર્યક્રમ સફળ બનાવવામાં માધાપરવાડી શાળાના શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!