દરેક ધારાશાસ્ત્રી ને નોટરી બનવાનું સપનું હોય છે અને આના માટે ધારાશાસ્ત્રી ઓ તનતોડ મહેનત પણ કરતા હોય છે તેમજ નોટરી બનવા માટે વર્ષો સુધી નો સંઘર્ષ પણ કરવો પડતો હોય છે ત્યારે મોરબીના ધારાશાસ્ત્રી અને બ્રહ્મસમાજ નુ ઘરેણું એવા એચ.એન.મહેતા ની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મૂળ હળવદના વતની અને હાલમાં મોરબી પ્રેક્ટિસ કરતા ધારાશાસ્ત્રી હરેશકુમાર.એન.મહેતા વર્ષ ૧૯૯૪ થી એટલે કે છેલ્લા ૨૯ વર્ષ થી વકીલાત કરી રહ્યા છે તેઓએ સુરેન્દ્રનગર કોર્ટ ,હળવદ કોર્ટ માં વકીલાત કર્યા બાદ હાલમાં મોરબી કોર્ટમાં વકીલાત કરી રહ્યા છે.સાથે સાથે તેઓ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ના હળવદ શહેરના પ્રમુખ તરીકે પણ પોતાની સમાજિક જવાબદારી નિભાવે છે.તેમજ બ્રહ્મસમાજ માં પણ તેઓ સન્માનનીય સ્થાન ધરાવે છે અને બ્રહ્મસમાજ નુ ઘરેણું એવા હરેશકુમાર નાનાલાલ મહેતા ની નોટરી તરીકે નિમણૂક થતા વકીલ મિત્રો તેમજ બ્રહ્મસમાજ અને તેમના મિત્ર વર્તુળ માંથી તેઓને શુભકામનાઓ નો ધોધ વરસી રહ્યો છે.