Wednesday, May 15, 2024
HomeGujarat"ગુજરાતી મીડિયા જગતમાં નવા અધ્યાયનો આરંભ "ન્યૂઝ કેપિટલ" ટીવી ચેનલ લોન્ચ થઈ

“ગુજરાતી મીડિયા જગતમાં નવા અધ્યાયનો આરંભ “ન્યૂઝ કેપિટલ” ટીવી ચેનલ લોન્ચ થઈ

ન્યુઝ કેપિટલ ટીમના ઇનપુટ હેડ મયૂર માકડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતી મીડિયામાં “ન્યૂઝ કેપિટલ” ટીવી ચેનલે ગુરુવાર તારીખ ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪થી થી નવા અધ્યાયનો આરંભ કર્યો છે. ગુજરાતના દરિયાકિનારાના ઘૂઘવાટથી મંદિરોના રણકાર સુધી, ન્યૂઝકેપિટલ સંસ્કૃતિની સુવાસ ફેલાવતું રહેશે, ગુજરાતની પ્રગતિને બળ આપશે અને તમામ નકારાત્મક સમાચારો પર ફુલસ્ટોપ મૂકશે. અહી સચોટ તથ્યો સાથેના માત્ર વેરિફાઇડ ન્યૂઝ જ હશે. ન્યૂઝ કેપિટલમાં જોવા મળશે ખાસ કાર્યક્રમો. સવારે 6 વાગ્યે પદ્મશ્રી દાજી સાથે ભક્તિમય પ્રોગ્રામ પંચામૃતથી દિવસની મંગળમય શરૂઆત થશે. સવારે સાત વાગ્યે આપના માટે હશે તાજા સમાચાર. સવારે સાડાઆઠ વાગ્યે ઓપનિંગ કેપિટલમાં તમારા હિસ્સા અને ખિસ્સા એટલે કે નાણાંકીય બજારની વાત થશે સ્પીડ ન્યૂઝમાં સમાચારોની ફટાફટ રજૂઆત પણ થશે. રાત્રે આઠ વાગ્યે અમે રજૂ થશે ન્યૂઝ કેપિટલના એડિટર જનક દવેનો ખાસ કાર્યક્રમ ફૂલસ્ટોપ. એ સિવાય રાત્રે નવ વાગ્યે ખાસ પ્રોગ્રામ હશે પ્રાઇમ ટાઇમ વિથ જિગર. જ્યાં અનુભવી પત્રકાર ઓગમેન્ટેડ રિયાલિટીથી સમાચારોની એક નવી જ રજૂઆત કરશે. રાત્રે સાડા નવ વાગ્યે વિશેષ પ્રોગ્રામ કવર સ્ટોરી રજૂ કરાશે. જેમાં તમારા માટે ખાસ મુદ્દાની અમે સંપૂર્ણપણે છણાવટ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આપ GTPL પર 281 અને ટાટા સ્કાય પર 1737 નંબર માં જોઈ શકો છો

આ અંગે વધુ વિગતો માટે આપ મોબાઇલ નંબર 9722227948 પર સંપર્ક કરી શકો છો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!