મોરબીમા ક્રિકેટ મેચ પર ચાલતા જુગારના દુષણને વકરતું અટકાવવા પોલીસ સતર્ક બની છે. જેમાં પોલીસે જુદા જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા અડધો ડઝન શખ્સો ને પકડી લીધા હતા.
આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના પંચાસર રોડ પર આવેલ યસ માર્કેટની સામે જાહેરમા CZR તથા BUL મેચ ઉપર હારજીતનો જુગાર રમતા આરોપી સોહીલભાઈ દાઉદભાઈ સુમરા, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા, ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, ઈરફાન સલેમાનભાઈ સુમરાને પોલીસે રંગેહાથ દબોચી લીધા હતા. જેના કબ્જામાંથી પોલીસે રોકડા રૂ.૫૭૦૦૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦૦ મળી કુલ રૂ.૬૭,૦૦૦ મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે પોલીસે મોરબીના મકરાણીવાસમા બાતમીને પગલે રેડ પાડી હતી આ વેળાએ બ્રાહમણની ભોજનશાળા ની પાસે શેરીમા આરોપી હુશૈન અલારખાભાઈ શેખ (ઉ.વ.૨૮)ને ક્રિકેટ લાઈન ગુરૂ ઓનલાઇન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી ચેન્નઈ તથા મુંબઈ ઈન્ડીયન વચ્ચેની 20-20 ક્રિકેટ મેચ ઉપર આરોપી આસીફ ઉર્ફે નાનો ભાણો (રહે કાલીકા પ્લૉટ) સાથે જુગાર રમતા ઝડપી લીધો હતો.પોલીસે આરોપી હુશૈન પાસેથી રોકડા રૂ.૪૬૦૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦ સહિત કુલ રૂ.૧૪,૬૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી આસીફને ફરારી જાહેર કરી તપાસ હાથ ધરી છે.
વધુમાં મોરબીની પરાબજારમાં મોબાઇલની દુકાન પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની પોલીસને જાણ થતાં પોલીસે રેડ પાડી હતી આ દરમિયાન મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં સ્ટો રમતો એક ઝડપાયો હતો.ઓનલાઇન સોદાઓ કરી તેમજ મોબાઇલ ફોન ઉપર વાતચીત જુગાર રમતા આરોપી અમિતભાઇ શંકરભાઇ તન્ના (ઉ.વ.૪૧ રહે.મોરબી-૨ ઉમા ટાઉનશીપ સામે જનકલ્યાણ સોસાયટી) ને પોલીસે પકડી લીધો હતો. જેના કબ્જામાંથી બે મોબાઇલ તથા રોકડા રૂ.૫૪૦૦ મળી કુલ કિ.રૂ.૧૫,૪૦૦ નો મુદામાલ કબ્જે કરાયો હતો આ પ્રકરણમાં આકાશ ઉર્ફે લાલો સુનિલભાઇ કાથરાણી સહિત બે ના નામ ખુલતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.