Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં સરકારની કલ્યાણકારી યોજના અંગે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જિલ્લાના તમામ સરપંચને માર્ગદર્શન...

મોરબીમાં સરકારની કલ્યાણકારી યોજના અંગે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જિલ્લાના તમામ સરપંચને માર્ગદર્શન આપ્યું

સરકારી યોજનાઓનો લાભ રાજ્યના ખૂણે ખૂણે વસતા લોકો સુધી પહોંચે તે માટે ભાજપના આગેવાનો અને કાર્યકરો જહેમતશીલ છે. તેવામાં આજે મોરબી જિલ્લાના તમામ ગામોના સરપંચની મિટિંગ યોજાઈ હતી જેમાં રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ઉપસ્થિત રહી સરપંચોને સરકારી યોજનાથી અવગત કર્યા હતા અને તલસ્પર્શી માહિતી આપી લાભાર્થીઓ સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના ટાઉનહોલ ખાતે મિટિંગ યોજાઈ હતી. આ તકે જિલ્લાભરના ગામોના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.જેમાં ગરીબો, દિવ્યાંગો, ખેડૂતો, ગંગા સ્વરૂપા બહેનો સહિતનાઓ માટે રાજ્ય સરકાર દ્વારા સહાયક કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને મોરબીમાં વસતા એક એક લાભાર્થીઓ સુધી યોજના પહોંચી અને લોકો તેનો લાભ લેતા થાય તે અંગે સરપંચોને જણાવવા માં આવ્યું હતું.આ તકે તમામ મોટી સંખ્યામાં જિલ્લાના સરપંચો એ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું

આ મિટિંગમાં મોરબી માળીયા ધારાસભ્ય અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા,મહિલા પ્રદેશ પ્રમુખ લીપીબેન ખંધાર નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર,નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા,અરવિંદ ભાઈ વાંસદડીયા, કિશોરભાઇ ચીખલીયા, હીરાભાઈ ટમારિયા,ટીડીઓ પરાગ ભગદેવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

વધુમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આજે તા. 13 ના રોજ બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન કલેક્ટર કચેરી ખાતે સરપંચો સાથે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગામના કોઈ પણ પ્રશ્ન અંગે રજુઆત કરવા જણાવાયું છે. આવા પ્રશ્નોનું સ્થળ પરજ સંબંધિત વિભાગને જાણ કરી યોગ્ય નિરાકરણ કરવામાં આવશે તેવી રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ ખાતરી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!