હાલના સમયમાં ફેન્સી નંબરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે જેમાં ઘણીવાર વાહન ની કિંમત કરતા વધુ રૂપિયા નંબરના ચૂકવતાં હોય છે તો ઘના એવા પણ કિસ્સા હોય છે જે નંબર મેળવવા માટે વાહન ખરીદતા હોય છે.
એવો જ એક કિસ્સો રાજકોટ આરટીઓમાં સામે આવ્યો છે જેમાં ફોર વ્હીલ કારમાં ૯૯૯ નંબર ૧૬.૯૦ લાખમાં વહેંચાયો છે જ્યારે ગોલ્ડન નંબર પ્લેટના શોખીન મોરબી જિલ્લાના ટંકારાના ભરવાડ યુવાન બાબુભાઈ ઝાપડા એ પોતાની સ્કોર્પિયો કારમાં “૦૦૦૯” નંબર મેળવવા માટે ૧૪.૨૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.