Friday, March 29, 2024
HomeGujaratબે વર્ષથી પગના ફેકચરની સારવાર માટે ટંકારા ઉત્સવ સમિતિનો સહિયારો સહયોગ મળ્યો

બે વર્ષથી પગના ફેકચરની સારવાર માટે ટંકારા ઉત્સવ સમિતિનો સહિયારો સહયોગ મળ્યો

પાંચ આંગળીઓ સાથે મળીને મુઠ્ઠી બને ત્યારે જ સાચી તાકાતનો પરચો મળે:સેવાભાવી લોકો અને સંસ્થાએ એક થઈને એક પરિવારના મોભી નુ જીવન સુધારવા ઝુંબેશ હાથ ધરી

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના છતર ગામે કિશોરભાઈ ભનાભાઈ સૌલંકી ને બે વર્ષ પહેલા બાઈક અકસ્માત સર્જાયો હતો અને તે વખતે પગનુ ફેકચર હોવા છતાં કોરોના કાળ અને આર્થિક સ્થિતિ સારી ન હોવાથી યોગ્ય સારવાર થઈ શકી નહોતી.

પછી તો કિશોરભાઈ સંપૂર્ણ પથારી વશ થઈ ગયા કુટુંબ કબીલો પણ આર્થિક અને અભ્યાસ ને કારણે શુ કરવુ એ સમજે નહી એવામાં ગત દિવસોમાં છતર ગામે એફ્પો સંસ્થા બિસીઆઈ પ્રોજેકટ હેઠળ ડિસેન્ટ વર્ક થકી સંસ્થાની કામગીરી વિશે ગામના જનકભાઈ પરમારે પીડિત કિશોરભાઈ ને વાત કરી.

જનકભાઈ ને છતર ગામે મોબાઇલ રિચાર્જ રીપેરીંગની દુકાન અને સંસ્થાની મિટીંગ હોય કે કાર્યકર્તા ને બેસવું હોય એની ખુરશી ખાલી કરી દે એવો ભલો જુવાન તે કિશોરભાઈ ને આશા જાગી અને ફોન ધુમેડયો અને વિગતે વાત કરી.

સંસ્થાના ફિલ્ડ ફેસીલિલેટર તરીકે ત્યા જઈ હકીકત જાણી અને શુ કરી જેથી આપની તકલીફ દુર કરી શકાય તો ખંતિલો કિશોર ખાટલેથી હડફથી બેઠો થઈ ને કે “એ સાઈબ કાવડીયા નહી બાકી હિમત તો હજી ધણી છે થોડો ટેકો મળે તો અમદાવાદ જઈ ઓપરેશન કરાયાવ સાઈબ”.

હવે મને રસ્તો મળી ગયો કે કરવાનું શું છે એટલે મે છતર બેઠક ના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન નેતા અરવિંદ દુબરીયાને ફોન કર્યો અને યોગ્ય રજૂઆત કરી એટલે અરવિંદભાઈ કે કરો કાગળીયા તૈયાર હું તો બહાર છું પણ ટંકારા તાલુકાના યુવા આગેવાન રશિકભાઈ દુબરીયા અને નિલેશભાઈ પટણી સાથે આવી આર્થિક સહાય આપી અમદાવાદ આવા જવા રહેવાનો ખર્ચ આપ્યો હતો અને રશમિકાંતે આશ્વાસન આપ્યું કે અમે પરીવારની ની જેમ ઊભા છી બધુ થઈ જશે.

પછી શું અમદાવાદ હોસ્પિટલમાં સેવા આપતા શિક્ષક દંપતી ભાવનાબેન કાંતિલાલ કાસુન્દ્રા ને વિગતે વાત કરી અને એને પણ કિધુ કે “કિશોરભાઈ ને અમદાવાદ પહોચાડી દો અને ઓરીજનલ ડોક્યુમેન્ટ ફાઈલ અને કપડા લતા લઈને મોકલજો અહીથી ઓકે કરી મોકલવાની જવાબદારી મારી.. અને બધું વિનામુલ્યે હો”

તો કિશોરભાઈ સૌલંકીને આ અંગે વાત કરી અને તૈયારી કરો આ અઠવાડિયે જ અમદાવાદ ઉપડવાનુ છે અને આ સાંભળી ગદગદીત થઈ ગયા અને કેટલાય ઢગલાબંધ આશિર્વાદ આપી દીધા.

ડોક્યુમેન્ટ બધા રેડી કરી દીધા છે અને અમદાવાદ ડોક્ટર ને વોટસએપ કરી દીધા છે આજે 7-6-23ને બુધવારે આર્થિક સહાય આપી ડોક્ટરની અપોઈંટમેન્ટ મળે તે દિવસે અમદાવાદ લઇ જવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!